Site icon Revoi.in

નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છ મહિનામાં મજબૂત નાણાકીય કામગીરી સાથે અદાણી ગ્રીનના ઊર્જા વેચાણમાં વાર્ષિક ધોરણે 39%નો વધારો

Social Share

અમદાવાદ, ૨૮ ઓક્ટોબર ૨૦૨૫: ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી પ્યોર-પ્લે રિન્યૂએબલ એનર્જી (RE) કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ પૂરા થતા સમયગાળા માટે નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જે નોંધપાત્ર વૃદ્ધિ અને કાર્યકારી શ્રેષ્ઠતા દર્શાવે છે. 

નાણાકીય કામગીરી – નાણાકીય વર્ષ 26 ના બીજા અને ત્રીજા ક્વાર્ટર:      (રૂ. કરોડમાં)

વિગતો

 

ત્રિમાસિક કામગીરી અર્ધવાર્ષિક કામગીરી
Q2 FY25 Q2 FY26 % change H1 FY25 H1 FY26 % change
વીજ પુરવઠામાંથી આવક
2,308 2,776 20% 4,836 6,088 26%
વીજ પુરવઠામાંથી EBITDA 1            
વીજ પુરવઠામાંથી EBITDA (%) 2,143 2,543 19% 4,518 5,651 25%
  91.7% 90.5% 92.2% 91.8%
           
રોકડ નફો 2 1,252 1,349 8% 2,646 3,094 17%

અદાણી ગ્રીન એનર્જીના સીઈઓ શ્રી આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે, “FY26 ના પહેલા છ મહિનામાં 2.4 GW RE ક્ષમતા ઉમેર્યા બાદ અમે FY26 માં 5 GW ક્ષમતા વધારો થતા અમે 2030 સુધીમાં 50 GW ની લક્ષ્યાંકિત ક્ષમતા સુધી પહોંચવાના માર્ગે છીએ. અમારી ટીમના અવિરત પ્રયાસોથી અમે ગુજરાતના ખાવડામાં 30 GW RE પ્લાન્ટના અમારા સૌથી મોટા વિકાસકાર્યમાં સતત પ્રગતિ કરી રહ્યા છીએ. સપ્ટેમ્બર 2025 માં પૂરા થતા અડધા વર્ષ માટે અમારી કાર્યકારી ક્ષમતા 16.7 GW છે, જે ભારતમાં સૌથી વધુ છે. અમે 19.6 અબજ યુનિટ સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન કર્યું છે – જે આખા વર્ષ માટે ક્રોએશિયા જેવા દેશને સપ્લાય કરવા માટે પૂરતું છે. અમે સતત નવીન નવીનીકરણીય તકનીકો અપનાવી રહ્યા છીએ અને પ્રોજેક્ટ અમલીકરણ અને સલામતી વધારવા અમારા વ્યવસાયના વધુ પાસાઓને ડિજિટલાઇઝ કરી રહ્યા છીએ. અમારી ESG પહેલોની માન્યતા ટકાઉ વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. તે ભારતના ઉર્જા સંક્રમણનું નેતૃત્વ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છ મહિનામાં ક્ષમતા વધારો અને ઓપરેશનલ કામગીરી: –

AGEL એ નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છ મહિનામાં 2,437 MW ગ્રીનફિલ્ડ ક્ષમતા ઉમેરી, જે સમગ્ર નાણાકીય વર્ષ 25 ની 74% છે. છેલ્લા એક વર્ષમાં ગ્રીનફિલ્ડ વૃદ્ધિ 5,496 MW હતી જેમાં 4,200 MW સૌર ક્ષમતા (ગુજરાતના ખાવડામાં 2,900 MW, રાજસ્થાનમાં 1,050 MW અને આંધ્રપ્રદેશમાં 250 MW); ખાવડામાં 491 MW પવન ક્ષમતા અને ખાવડામાં 805 MW સૌર-પવન હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે.

ખાવડામાં વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પ્લાન્ટનો વિકાસ:

ESG નેતૃત્વ: