કિચન ટિપ્સઃ-તમારા ઉત્સવની મજામાં ઉમેરો મિઠાશ, માત્ર 20 મિનિટમાં બનાવો ચોકલેટ બ્રાઉની
- બ્રાઉની બનાવવા માટે બિસ્કિટની જરુર પડશે
- આ સાથે જ 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે
બ્રાઉની નામ સાંભળતા જ સૌ પ્રથમ બાળકોના મોઢામાં પાણી આવી જોય છે, બ્રાઉનેને જો આઈસક્રિમ સાથે ખાવામાં આવે તો તેની મજા બમણી થાય છે, આ સાથે જ બ્રાઉની બનાવવા માટે માત્ર 20 મિનિટનો જ સમય લાગે છે તો ચાલો જોઈએ કઈ રીતે આ જલ્દી બનતી બ્રાઉની બનાવીશું
સામગ્રી
- બિસ્કિટનું પેકેટ – 2 નંગ (ઓરીયો,હાઈડેન્સિક અથવા તો પારલે જી)
- સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ
- 1 ચમચી બેકિંગપાવડર
- જરુર પ્રમાણે દૂધ
- 4 ચમચી બટર અથવા દેશી ઘી
સૌ પ્રથમ તમને ભાવતી અને તમને ગમતી બિસ્કિટના 2 પેકેટ લો, હવે તેને મિક્સરમાં ક્રશ કરીલો.
આ ક્રશ કરેલા પાવડરને એક બાઉલમાં લઈલો
હવે આ બાઉલમાં ધી, જરુર પ્રમાણે દળેલી ખાંડ નાખો.
ત્યાર બાદ આ મિશ્રણમાં ચમચી વડે ઘીમે ઘીમે દૂધ એડ કરતા જાઓ જ્યા સુધી આ બેટર સ્મૂથ ન બની જાય ત્યા સુધી દૂધ એડ કરી બરાબર મિક્સ કરો.
હવે આ બેટરમાં બેકિંગ પાવડજર એડ કરીને ફરીથી 5 મિનિટ સુધી બેટર મિક્સ કરીલો.
હવે આ બેટરને કાચના મગ, બાઉલ અથવાતો તમારી ચોઈસ પ્રમાણેના મોલ્ડમાં સેટ કરીલો,
હવે એક કઢાઈમાં એક મીઠાની આખી છથેલી ખાલી કરી તેને ગરમ કરો, મીઠું બરાબર ગરમ થવા આવે એટલે બેટરના મોલ્ડ આ મીઠામાં બરાબર ગોઠવી દો, અને કઢાઈને ઢાંકણ વડે બરાબર ઢાકીલો.
ગેસની ફ્લેમ તદ્દન ઘીમી રાખો, 15 થી 20 મિનિટ સુધી ગેસ પર કઢાઈ રહેવાદો, હવે આટલી મિનિટ બાદ ચપ્પુની ધાર વડે બ્રાઉની થઈ કે નહી તે ચેક કરીલો, જો ઝઈ ગઈ હોય તો તેને મચટી વડે તરત ખાઈ શકો છો, તે ગરમ ખાવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે આ સાથે જ તમે તેના સાથછે વેનિલા આઈસક્રિમ પણ ખાઈ શકો છો,જેનાથી બ્રાઉનીની મજા બમણી થશે.