1. Home
  2. revoinews
  3. મીડિયા ક્ષેત્રે કારકિર્દી માટે PGDJMCમાં પ્રવેશ શરૂ
મીડિયા ક્ષેત્રે કારકિર્દી માટે PGDJMCમાં પ્રવેશ શરૂ

મીડિયા ક્ષેત્રે કારકિર્દી માટે PGDJMCમાં પ્રવેશ શરૂ

0
Social Share
  • “પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં વ્યાવસાયિક તાલીમ સાથે કારકિર્દીની નવી તકો

ગાંધીનગર, 23 જૂન, 2026 – આજના ડિજિટલ યુગમાં માહિતી, સમાચાર અને સંચારનું મહત્ત્વ સતત વધી રહ્યું છે. સમાચાર, સોશિયલ મીડિયા અને ડિજિટલ કમ્યુનિકેશનના વધતા પ્રભાવ વચ્ચે મીડિયા ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરવા અને ઉજ્જવળ કારકિર્દી ઘડવા ઇચ્છુક યુવાઓ માટે એક ઉત્તમ તક ઉપલબ્ધ બની છે. તે અનુસંધાને પત્રકારત્વ વિભાગ, એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલય, સેક્ટર-15, ગાંધીનગર ખાતે *પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (PGDJMC)*ના એક વર્ષીય અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ શું મોટા ઉદ્યોગપતિઓ સાથેનો ટકરાવ રાહુલ ગાંધીને વારસામાં મળ્યો છે?

બે સેમિસ્ટર ધરાવતા આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ મીડિયા ક્ષેત્રમાં સફળતા માટે જરૂરી પ્રાયોગિક અને વ્યાવસાયિક તાલીમ પણ આપવામાં આવશે. અભ્યાસક્રમમાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ અને સોશિયલ મીડિયા, સમાચાર લેખન, રિપોર્ટિંગ, સંપાદન, એન્કરિંગ, જનસંપર્ક, ફોટો જર્નાલિઝમ તેમજ મીડિયા મેનેજમેન્ટ જેવા આધુનિક અને રોજગારલક્ષી વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોઈપણ વિષયમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે. વર્ગો સાંજના સમયમાં યોજાનાર હોવાથી નોકરી કરતા તેમજ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે પણ આ અભ્યાસક્રમ અનુકૂળ રહેશે. પ્રથમ સેમિસ્ટરની પરીક્ષા ડિસેમ્બર માસમાં તથા બીજા સેમિસ્ટરની પરીક્ષા મે માસમાં યોજાશે.

આ પણ વાંચોઃ વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા REVOI સહિત પત્રકારોની દેવર્ષિ નારદ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું

મીડિયા ઉદ્યોગમાં સતત વધી રહેલી તકોને ધ્યાનમાં રાખીને આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને સમાચારપત્રો, ન્યૂઝ ચેનલો, ડિજિટલ ન્યૂઝ પોર્ટલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, જનસંપર્ક એજન્સીઓ તથા કોર્પોરેટ કમ્યુનિકેશન ક્ષેત્રે સફળ કારકિર્દી માટે સજ્જ બનાવશે.

મીડિયા ક્ષેત્રે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવા ઇચ્છુક વિદ્યાર્થીઓ વધુ માહિતી માટે મો. 8401863229 પર સંપર્ક કરી શકે છે અથવા સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈને અભ્યાસક્રમ અંગે વિગતવાર માહિતી મેળવી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code