1. Home
  2. ગુજરાતી
  3. એશિયન ગેમ્સ બાદ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજે રચ્યો ઈતિહાસ,બની વિશ્વની નંબર-1 જોડી
એશિયન ગેમ્સ બાદ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજે રચ્યો ઈતિહાસ,બની વિશ્વની નંબર-1 જોડી

એશિયન ગેમ્સ બાદ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજે રચ્યો ઈતિહાસ,બની વિશ્વની નંબર-1 જોડી

0
Social Share
  • સાત્વિકસાઈરાજ અને ચિરાગે રચ્યો ઈતિહાસ
  • પહેલીવાર BWF રેન્કિંગમાં વિશ્વની નંબર વન જોડી બની

દિલ્હી: ચીનના હાંગઝોઉમાં તાજેતરમાં સમાપ્ત થયેલ 19મી એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ દ્વારા ઐતિહાસિક પ્રદર્શન જોવા મળ્યું જેમાં તેઓ કુલ 107 મેડલ જીતવામાં સફળ રહ્યા. ભારત કેટલીક બેડમિન્ટન ઈવેન્ટ્સમાં મેડલ જીતવામાં પણ સફળ રહ્યું હતું. ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીની જોડીએ મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે આ જોડીએ વધુ એક નવો ઈતિહાસ રચ્યો છે અને વર્લ્ડ નંબર 1 બેડમિન્ટન જોડીનો ખિતાબ પણ હાંસલ કર્યો છે.

સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ આ વર્ષે જુલાઈ મહિનામાં BWF વર્લ્ડ રેન્કિંગમાં નંબર-2 સ્થાન મેળવ્યું હતું. હવે, એશિયન ગેમ્સ 2023માં તેના શાનદાર પ્રદર્શનથી તેણે નંબર-1નું સ્થાન કબજે કર્યું છે. ભારતની આ મેન્સ ડબલ્સ બેડમિન્ટન જોડીના કુલ 92,411 પોઈન્ટ છે.ચિરાગ અને સાત્વિકે છેલ્લા એક વર્ષથી બેડમિન્ટન કોર્ટ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. ગયા વર્ષે બંનેએ સાથે મળીને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વર્ષની શરૂઆતમાં સાત્વિક અને ચિરાગે સાથે મળીને સ્વિસ ઓપનનો ખિતાબ જીત્યો હતો.

આ વર્ષે એપ્રિલ મહિનામાં દુબઈમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં સાત્વિક અને ચિરાગે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે પછી તે BWF સુપર 1000 ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યો. જો આપણે અન્ય ખેલાડીઓની રેન્કિંગ પર નજર કરીએ તો એશિયન ગેમ્સમાં તેના નિરાશાજનક પ્રદર્શન છતાં પીવી સિંધુને 2 સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે 13માં સ્થાને પહોંચી ગઈ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code