Homeગુજરાતીગુજરાતમોઢેરાના સૂર્ય મંદિરમાં આજથી બે દિવસ ઉત્તરાર્ધ મહોત્સવ, નામાંકિત કલાકારો કૃતિ રજુ...

મોઢેરાના સૂર્ય મંદિરમાં આજથી બે દિવસ ઉત્તરાર્ધ મહોત્સવ, નામાંકિત કલાકારો કૃતિ રજુ કરશે

મહેસાણાઃ  રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગ અને કમિશ્નર યુવક સેવા સાંસ્કૃતિ પ્રવત્તિઓની કચેરી તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મોઢેરાના સૂર્ય મંદિર ખાતે આજથી શાસ્ત્રીય નૃત્યોની ગૂરૂ શિષ્યોની પરંપરાનો મહોત્સવ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે. આજે 23 જાન્યુઆરી અને કાલે 24 જાન્યુઆરીના રોજ સાંજે 6-30 કલાકે યોજાનારા મહોત્સવમાં વિવિધ કલાકારો દ્વારા તેમની કૃતિ રજૂ કરશે.

મોઢેરા સૂર્યમંદિર ખાતે આજથી પરંપરાગત રીતે યોજાનારા ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશ-વિદેશના તેમજ ભારતના કલા-નૃત્યક્ષેત્રના નામાંકિત કલાકારો તેમની કૃતિઓ રજૂ કરશે. જેમાં આજે તા.23 જાન્યુઆરીના રોજ કલા કંડલમ ક્ષેમાવથી દ્વારા મોહિની અટ્ટમ નૃત્ય રજૂ કરાશે. મોહંતી એન્ડ ગ્રુપ દ્વારા ઓડીસી, જીજ્ઞા દિક્ષીત એન્ડ ગ્રુપ દ્વારા કથ્થક,શુશ્રી અનિદ્રિશા સુન્ડા દ્વારા ભરત નાટ્યમ,ડો સીનમ બાસુ સિંગ દ્વારા મણીપુરી નૃત્યની કૃતિ રજૂ થશે.

જિલ્લા કલેકટર દ્વારા મોઢેરા ખાતેના ઉત્તરાર્ધ મહોત્સવને સફળ બનાવવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે સાંજે 6-30 કલાકે યોજાનારા મહોત્સવમાં કલા-નૃત્યક્ષેત્રના જાણીતા કલાકારો તેમની કૃતિ રજૂ કરશે. જેમાં કલા કંડલમ ક્ષેમાવથી દ્વારા મોહિની અટ્ટમ નૃત્ય, મોહંતી એન્ડ ગ્રુપ દ્વારા ઓડીસી, જીજ્ઞા દિક્ષીત એન્ડ ગ્રુપ દ્વારા કથ્થક, અનિદ્રિશા સુન્ડા દ્વારા ભરત નાટ્યમ, ડૉ. સીનમ બાસુ સિંગ દ્વારા મણિપુરી નૃત્યની કૃતિ રજૂ થશે. જ્યારે આવતી કાલે 24 જાન્યુઆરીના રોજ સાંજે 6 કલાકે ધ્વનિ તરલ પટેલ દ્વારા ભરત નાટ્યમ, જશોદા પટેલ દ્વારા કથ્થક, મીનુ ઠાકુર દ્વારા કુચિપુડી, દીપજ્યોતિ-દિપંકર દ્વારા સતરીયા ડાન્સ, કલા મંડલમ ગોપાલક્રિષ્નન દ્વારા કથ્થકલી નૃત્ય રજૂ કરાશે. કલા ક્ષેત્રના રસિકો નૃત્યકલાને નિહાળવા ઉપસ્થિત રહેશે.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img