
ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં લવજેહાદના બનાવવો અટકાવા વિધાનસભામાં બિલ રજૂ
અમદાવાદઃ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. હવે આ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. વિધાનસભામાં લવ જેહાદ વિરોધી રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ તેની ઉપર લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. ભારતને આંતરિક રીતે નબડુ પાડવા આંતકવાદીઓએ લવ ઝેહાદનો રસ્તો અપનાવ્યો છે. લવ જેહાદથી માત્ર ભારત ત્રસ્ત નહી પરંતુ અમેરિકા સહિત સમગ્ર વિશ્વ ત્રસ્ત છે. ગુજરાતમાં આ નવા કાયદામાં ફરિયાદ માત્ર પીડીત નહી પંરતુ પરીવારજનો પણ કરી શકશે. પિડિત સાથે લોહીના સંબંધ ધરાવનારા વ્યક્તિઓ પણ ફરીયાદ કરી શકશે. તેમ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લા દિવસે પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ કરવામાં આવ્યાં હતા. જેમાં પ્રથમ બેઠકમાં લવ જેહાદ વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મારા જીવનનું મોટામાં મોટું કામ આજે કરવા જઈ રહ્યો છું. હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરીએ આપણું અંગ છે, દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ન જવા દેવાય. દીકરીને કસાઈઓ ના હાથમાં જતી બચાવવા ગૃહ માં કાયદો લાવ્યા છીએ. યુવક નામ બદલી પોતે હિન્દુ હોવાની ઓળખ આપીને હિન્દુ યુવતીઓને ફસાવે છે. તેમજ મૌલવીઓ પણ છોકરી નિકાહ કબૂલ બોલે કે ના બોલે લગ્ન કરવી દે છે. આવા જેહાદી તત્વો સાથે ધાર્મિક ગુરુઓ આકાઓ ખોટી રીતે દીકરીઓ સાથે છેતરપિંડી કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કર્ણાટકમાં વર્ષ 2009માં યુવતી પોતાના મુસ્લિમ પ્રેમી સાથે ભાગી ગયા બાદ લવ જેહાદ શબ્દ સામે આવ્યો હતો. દેશમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશમાં પણ આ અંગે કાયદો છે. આ નવા કાયદામાં ફરિયાદ માત્ર પીડીત નહી પંરતુ પરીવારજનો પણ કરી શકશે. પિડિત સાથે લોહીના સંબંધ ધરાવનારા વ્યક્તિઓ પણ ફરીયાદ કરી શકશે.