1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદની સ્વિમર માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારી પ્રથમ ભારતીય મહિલા
અમદાવાદની સ્વિમર માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારી પ્રથમ ભારતીય મહિલા

અમદાવાદની સ્વિમર માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારી પ્રથમ ભારતીય મહિલા

0
Social Share

અમદાવાદઃ ગુજરાતની આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલ ટોક્યો ઓલેમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. માના ઓલેમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોક સ્વિમિંગમાં ભાગ લેશે. જેનાથી દેશનું ગૌરવ વધશે. ઉલ્લેખનીય છે કે, માના પટેલ અમદાવાદની છે અને તેણીએ ઉદગમ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. માના  ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દેશની પહેલી મહિલા બની ગઇ છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાય કર્યું છે. ભારતના રમતગમત મંત્રી કિરણ રિજીજુએ માના પટેલની આ ઉપલબ્ધિ પર ટ્વિટ કરી માહિતી અને અભિનંદન પાઠવ્યા હતા.

રિજિજુએ ટ્વિટ કરી કહ્યું કે બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પહેલાં મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે જેને ટોક્યો 2020 માટે ક્વોલિફાય કરી લીધું છે. હું માનાને અભિનંદન પાઠવું છું જેણે યુનિવર્સિલિટી કોટાની અંતર્ગત ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું. વેલ ડન…

ગુજરાતનું ગૌરવ 21 વર્ષની અમદાવાદી માના પટેલે જાપાનના ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે ક્વોલિફાઇ કરી લીધું છે. માના પટેલનો જન્મ 18 માર્ચ 2000ના રોજ અમદાવાદમાં થયો હતો. માના પટેલે અમદાવાદની ઉદગમ સ્કૂલ ફૉર ચિલ્ડ્રનમાંથી વાણિજ્યનો અભ્યાસ કર્યો છે. ગુજરાત વિદ્યાપીઠમાં આવેલા સ્વિમિંગ પુલમાં તે તરતાં શીખી હતી. જ્યાં કમલેશ નાણાવટીએ તેને સ્વિમિંગની ટ્રેનિંગ આપી હતી. હાલમાં મુંબઈના ગ્લેનમાર્ક એક્વા ફાઉન્ડેશનમાં સ્વિમિંગનું પ્રશિક્ષણ આપી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code