Site icon Revoi.in

અમદાવાદ પ્લેનક્રેશઃ 208 મૃતકોના DNA નમૂના મૅચ થયા, 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા

Social Share

ગાંધીનગરઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ ગઈકાલે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું, 14 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે 12 પરિવાર બીજા સ્વજનના DNA મૅચની રાહ જોઇ રહ્યા છે. જોષીએ કહ્યું, 173 મૃતકોમાં 131 ભારતના નાગરિક, ચાર પોર્ટુગલના, 30 બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ છ નૉનપેસેન્જરનો સમાવેશ થાય છે.

આ પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો પ્રવાસ કરી રહ્યાં હતા. જેમાં એક પેસેન્જર રમેશ વિશ્વાસ કુમારની જિંદગી બચી ગઇ હતી. જો કે તેમને પણ ઇજા પહોંચી હોવાથી સારવાર હેઠળ છે. રમેશ વિશ્વાસનો ડાબા પગ બળી ગયો હોવાથી આ પગમાં અને ચહેરા પણ ઇજા પહોંચી છે. તબીબોના કહેવા મુજબ રમેશ વિશ્વાસ કુમારની તબિયતમાં હાલ સુધાર થઇ રહ્યો છે. રિકવરી જોવા મળી રહી છે પરંતુ તેમ છતાં હજુ સારવારની જરૂર હોવાથી તેમને ડોક્ટરના ઓબ્ર્ઝર્વેશન હેઠલ રાખવામાં આવ્યા છે. રમેશ વિશ્વાસ કુમારની તબિયત સુધરતી જાય છે,તબીબો તેના પર નજર રાખી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલ દ્ધારા જાહેરાત કરવામાં આવી છે કે હજુ પણ ડીએએને મેચ કરવાની પ્રોસેસ ચાલું જ છે. જો કોઇ પણ પણ વ્યક્તિ આવીને કહેશે કે મારા પરિવારના સભ્ય મિસિંગ છે, તો તેમના DNA લેવાની કામગીરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું પ્લેન ટેઇક ઓફ થયાની મિનિટોમાં જ ક્રેશ થયું હતું.