Site icon Revoi.in

કચ્છના સફેદ રણમાં વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ એર શો કરશે

Social Share

ભૂજઃ કચ્છના સફેદ રણનું આકાશ આગામી 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ એર શોની ઘરઘરાટીથી ગુંજી ઉઠશે.  ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT)  સફેદ રણમાં શાનદાર એર શો પ્રસ્તુત કરશે. આ શોમાં નવ વિમાનોની ટીમ સાથે સુખોઈ-30 અને જગુઆર વિમાનો પણ તેમના કરતબ બતાવશે.

એરફોર્સ સ્ટેશન ભુજના એર ઓફિસર કમાન્ડિંગ એર કમોડોર કે.પી.એસ. ધામના જણાવ્યા અનુસાર, 1996માં સ્થાપિત સૂર્યકિરણ ટીમ વિશ્વની મોજણીગણી નવ-વિમાન એરોબેટિક ટીમમાંની એક છે. આ ટીમે અત્યાર સુધીમાં ભારતમાં 500થી વધુ પ્રદર્શનો કર્યા છે અને ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, સિંગાપોર અને UAEમાં પણ પોતાની કુશળતાનો પરિચય આપ્યો છે.

એરફોર્સ બેઝના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગ્રુપ કેપ્ટન રાકેશ યાદવના કહેવા મુજબ આ કાર્યક્રમ ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનાની શ્રેષ્ઠતા અને સમર્પણથી પરિચિત કરાવશે. દર્શકોને રણ ઉત્સવના સ્થળે બપોરે 3:30 વાગ્યા સુધીમાં પહોંચી જવા સૂચના આપવામાં આવી છે. “સદૈવ સર્વોત્તમ”ના સૂત્રને સાર્થક કરતી આ ટીમ દર્શકોને એરોબેટિક્સના રોમાંચક કરતબોથી મંત્રમુગ્ધ કરશે. .  ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT)  સફેદ રણમાં શાનદાર એર શો પ્રસ્તુત કરશે. આ શોમાં નવ વિમાનોની ટીમ સાથે સુખોઈ-30 અને જગુઆર વિમાનો પણ તેમના કરતબ બતાવશે.