1. Home
  2. ગુજરાતી
  3. અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલે’ ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ બનાવ્યો
અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલે’ ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ બનાવ્યો

અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલે’ ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ બનાવ્યો

0
Social Share

 બૉલિવૂડમાં એકેશન એક્ટર અને કૉમેડી એક્ટરની ઈમેજ બનાવનારા અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલે’ બોક્સ ઑફિસ પર પોતાનો ડંકો વગાડ્યો છે,15 ઓગસ્ટના રોજ ભારતમાં આ રિલીઝ થઈ હતી જેણે આજ સુધી 187 કરોડથી પણ વધુની કમાણી કરી છે

એક રિપોર્ટ્સ મુજબ જગન શક્તિના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મનું બજેટ 32 કરોડ હતું,આ ફિલ્મે હવે દેશની બહાર વિદેશમાં પણ પોતાનું સ્થાન બનાવી લીધુ છે ને ધુમ કમાણી કરી રહી છે,ઓસ્ટ્રેલિયામાં અક્ષયની આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે

ટ્રેડ એનાલિસ્ટ તરળ આદર્શે આ ફિલ્મમી કમાણીના આંકડાઓ દર્શાવ્યા છે,તેમણે લખ્યું છે કે , મિશન મંગલ હવે ઓસ્ટ્રેલિયામાં અક્ષય કુમારની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની છે,1લી સપ્ટેમ્બર સુધી આ ફિલ્મની કુલ કમાણી 2 કરોડ 91 લાખ થઈ હતી,જેનાથી ઓસ્ટ્રેલિયામાં હાઉસફુલ સિરિઝ,કેસરી,પેડમેન અને અક્ષય કુમારની બાકીની ફિલ્મોની કમાણીનો રેકોર્ડ તોડ્યો છે.

આર.બાલ્કિએ અક્ષયની આ ફિલ્મનું  પ્રોડક્શન કર્યું હતુ અને 32 કરોડ રુપિયાના બજેટ વાળી
આ  ફિલ્મે માત્ર ભારતમાંજ પોતાના બજેટથી ત્રણ ગણી કમાણી કરી લીધી છે,આ ફિલ્મ પણ અક્ષય કુમારની પહેલા આવી ગયેલી ફિલ્મોની જેમ દેશ ભકિત પર આધારિત ફિલ્મ છે,આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે વિદ્યા બાલન ,સોનાક્ષી સિન્હા જેવા કલાકારોએ કામ કર્યું છે ,આ ફિલ્મ ઈસરોના પ્રોજેક્ટ પર મહિલાઓના કાર્ય પર બનાવવામાં આવી છે જેને દર્શકો
એ ખુબ જ પસંદ કરી છે,ભારત સિવાઈ ઓસ્ટ્રલિયામાં પણ અક્ષય કુમાર છવાય ગયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code