Homeગુજરાતીઆલિયા ભટ્ટ-અજય દેવગન સ્ટારર ફિલ્મ 'ગંગુબાઈ કાઠીયાવાડી'એ રિલીઝના ફર્સ્ટ ડે કરોડોની...

આલિયા ભટ્ટ-અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’એ રિલીઝના ફર્સ્ટ ડે કરોડોની કમાણી કરી

  • ગંગુબાઈ કાઠીયાવાડીએ પ્રથમ દિવસે જ  કરી 10 કરોડની કમાણી
  • વિકેન્ડનો લાભ મળશે ફિલ્મને
  • હજી કલેક્શનમાં મોટો ઉછાળો આવવાની ઘારણા

મુંબઈ- વિતેલા દિવસે આલિયા ભટ્ટની ચર્ચિત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થી હતી જેના પ્રથમ દિવસે જ  બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન જોવા મળ્યું છે.

આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ શુક્રવારે બોક્સ ઓફિસ પર રિલીઝ તેના પહેલા જ દિવસે લગભગ 10 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને કમાણીનો આ આંકડો ભારતીય બોક્સ ઓફિસ અનુસાર જ છે. જો કે, આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ ભવિષ્યમાં પણ આ જ પ્રદર્શન જાળવી શકશે કે કેમ તે જોવું રહ્યું. આ ફિલ્મને લઈને અત્યાર સુધી ઘણો વિવાદ થયો છે અને આ જ કારણે બિઝનેસને અસર થવાની આશંકા છે.

‘દેવદાસ’, ‘સાંવરિયા’ અને ‘પદ્માવત’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા સંજય લીલા ભણસાલી ફિલ્મોને વિવાદોથી ભરેલી હોય છે તેમની ઘણી ફિલ્મો રિલીઝ થતા પહેલાજ વિવાદમાં આવતી હોય છે. આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ ‘ગંગુબાઈ’ના કિસ્સામાં પણ આવું જ બન્યું છે, જો કે બીજી તરફ અંદાજ લગાવાઈ રહ્યો છે કે વિકેન્ડનો લાભ ફિલ્મને મળી શકે છે,ત્યારે હવે જોવું રહ્યું કે આગામી દિવસોમાં આલિયાની ફિલ્મ કમાણી કરવામાં મોખરે રહેશે કે તેને ફટકો પડશે,હાલર તો પ્રથમ દિવસે 10 કરોડની જંગી કમાણી કરી લીધી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img