Homeગુજરાતીઆલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'   100 કરોડની ક્લબમાં સામેલ થવાની ઘારણા

આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’   100 કરોડની ક્લબમાં સામેલ થવાની ઘારણા

  • ગંગુબાઈ કાઠીયાવાડીનો જાદૂ ચાલ્યો
  • રિલીઝના થોડા જ દિવનસોમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે
  • આલિયા ગગુંબાઈના રોલમાં દર્શકોના દિલ જીતવામાં સફળ રહી

 

મુંબઈઃ- બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટટ્ને આપણે હંમેશા ચૂલબૂલી અને રોમાન્સ કરતા જોઈ છે ત્યારે 25 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થઈ જેમાં ગંગુબાઈના શાનદાર અવતારમાં આલિયાએ દર્શકોના દિલ જીતી લીધા હતા, હરહમેશથી એક અલગ અવતારમાં આલિયાએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી દીધી છે.

આ ફિલ્મે બો ક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે. ફિલ્મે ત્રીજા દિવસે એટલે કે રવિવારે 15 થી 15.6 કરોડનો બિઝનેસ કર્યો હતો. રવિવારે ફિલ્મે લગભગ 17 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.

આ ફિલ્મના  રિલીઝના બીજા દિવસે 13.32 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બે દિવસમાં કુલ 23.82 કરોડનું કલેક્શન થયું હતું. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર કલેક્શનના આંકડા શેર કર્યા અને ટ્વિટમાં લખ્યું, “ગંગુબાઈ કાઠિયાવાડી બીજા દિવસે સુપર ગ્રોથ હાંસલ કરી રહી છે.

બીજી એક ચ્વિટમાં તેમણે કહ્યું કે 1લી માર્ચ, મંગળવારના રોજ મહા શિવરાત્રિની રજાના કારણે, ફિલ્મ સારું પ્રદર્શન કરશે. ફિલ્મ આવનારા દિવસોમાં ઘણી કમાણી કરી શકે છે. અગાઉ, તેણે ફિલ્મની શરૂઆતના સપ્તાહમાં 40 કરોડ રૂપિયાની કમાણીનો અંદાજ લગાવ્યો હતો. એક અંદાજ મુજબ આ ફિલ્મ 175 થી 180 કરોડની કમાણી કરી શકે છે, જેમાંથી સેટેલાઇટ, ડિજિટલ અને મ્યુઝિકથી લગભગ 110 કરોડ રૂપિયાની કમાણી થવાની ધારણા  સેવાઈ રહી છે. થિયેટર લગભગ 65 કરોડની કમાણી કરી શકે છે. આશા છે કે આ ફિલ્મ 100 કરોડથી વધુની ક્લબમાં સામેલ થઈ જશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular