Site icon Revoi.in

બિહારમાં અમિત શાહની સંગઠનને મજબૂત કરવા કાર્યકરો સાથે બેઠક

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહાર પ્રવાસના ત્રીજા દિવસે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓને અંતિમ ઓપ આપવા અને સત્તામાં NDAની વાપસી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ બેઠકો યોજશે.

ખાસ કરીને, સંગઠનને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમિત શાહ આજે ભાજપના કાર્યકર્તાઓ સાથે સીધી ચર્ચા કરશે. આ બેઠકમાં પક્ષ દ્વારા ઘડવામાં આવેલી ચૂંટણીલક્ષી રણનીતિ મુજબ જમીની સ્તર પર કામગીરી થઈ રહી છે કે કેમ, તેની સમીક્ષા કરવામાં આવશે. જો કોઈ પણ સ્તરે કચાસ જોવા મળશે, તો શાહ તે ખામીઓને દૂર કરવા અને કાર્યકરોને યોગ્ય માર્ગદર્શન આપવાના પ્રયાસ કરશે.

ગતરોજ, અમિત શાહે પ્રચારની કમાન સંભાળી હતી અને પટના ખાતે આયોજિત ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’માં ભાગ લઈને રાજ્યના બુદ્ધિજીવીઓ સાથે સંવાદ કર્યો હતો. શાહનો આ ત્રણ દિવસીય પ્રવાસ આગામી ચૂંટણીઓમાં NDAની સંભાવનાઓને વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Exit mobile version