1. Home
  2. ગુજરાતી
  3. અમિત શાહે રામ ચરણ અને ચિરંજીવી સાથે કરી મુલાકાત,ઓસ્કાર જીતવા બદલ આપ્યા અભિનંદન
અમિત શાહે રામ ચરણ અને ચિરંજીવી સાથે કરી મુલાકાત,ઓસ્કાર જીતવા બદલ આપ્યા અભિનંદન

અમિત શાહે રામ ચરણ અને ચિરંજીવી સાથે કરી મુલાકાત,ઓસ્કાર જીતવા બદલ આપ્યા અભિનંદન

0

મુંબઈ:RRR ટીમ ઓસ્કાર ટ્રોફી સાથે ભારત પરત ફરી છે.ફિલ્મની ટીમ એસએસ રાજામૌલ, એમએમ કીરાવની, જુનિયર એમટીઆર અને રામ ચરણનું એરપોર્ટ પર ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.RRR ફિલ્મના નાટુ-નાટુ ગીતને બેસ્ટ ઓરિજીનલ સોંગ માટે ઓસ્કાર મળ્યો છે.

ફિલ્મના લીડ સ્ટાર રામ ચરણ અને તેના પિતા તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી આગલા દિવસે એટલે કે શુક્રવારે દિલ્હીમાં હાજર હતા.આ દરમિયાન રામ ચરણ અને ચિરંજીવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.આ મીટિંગની તસવીરો બંને દિગ્ગજ સ્ટાર્સે પોતપોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.એટલું જ નહીં ખુદ અમિત શાહે પણ પોતાના ટ્વિટર પર શેર કર્યું છે.તસવીરોમાં જોઈ શકાય છે કે રામ ચરણ અમિત શાહને ફૂલોનો ગુલદસ્તો આપી રહ્યા છે.

એક તસવીરમાં ચિરંજીવી અને રામ બંને ગૃહમંત્રી સાથે બેઠેલા જોવા મળે છે.આ તસવીરો શેર કરતા અમિત શાહે કેપ્શનમાં લખ્યું, ભારતીય સિનેમાના બે દિગ્ગજ કલાકારો ચિરંજીવી અને રામ ચરણને મળીને આનંદ થયો.તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝએ ભારતની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે.નાટુ-નાટુ ગીત માટે ઓસ્કાર જીતવા બદલ અને ‘RRR’ની શાનદાર સફળતા માટે રામ ચરણને અભિનંદન.”

અમિત શાહના ટ્વીટનો જવાબ આપતા રામ ચરણે લખ્યું, આપણા માનનીય ગૃહમંત્રી અમિત શાહને મળવું ખરેખર સન્માનની વાત છે.મેગાસ્ટાર ચિરંજીવીએ પણ રી-ટ્વીટ કર્યું અને લખ્યું, રામ ચરણને આપેલી શુભેચ્છાઓ અને આશીર્વાદ માટે અમિત શાહ જી તમારો આભાર. ચિરંજીવીએ પણ RRRની સમગ્ર ટીમ વતી તેમનો આભાર વ્યક્ત કર્યો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.