1. Home
  2. ગુજરાતી
  3. અમિતાભ બચ્ચને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો
અમિતાભ બચ્ચને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

અમિતાભ બચ્ચને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

0
  • અમિતાભ બચ્ચને વેક્સિનનો બીજો ડોઝ લીધો
  • ફોટો શેર કરી આપી દર્શકોને જાણકારી
  • કોરોનાથી બચવા વેક્સિન છે જરૂરી

મુંબઈ: ભારતમાં કોરોનાનો કહેર ઓછુ થવાનું નામ જ નથી લઇ રહ્યો.એક તરફ જ્યાં લાખો લોકો દરરોજ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે,તો બીજી તરફ વેક્સિનેશન પણ જોરશોરથી કરવામાં આવી રહ્યું છે. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચન પણ સામેલ છે. અભિનેતા અમિતાભ બચ્ચન અને તેના પરિવારજનોને 2020 માં કોરોના થયો હતો. હવે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.

અમિતાભ બચ્ચન લાખો દિલો પર રાજ કરે છે. અમિતાભે તેની કારકિર્દીમાં અસંખ્ય બેમિસાલ ફિલ્મોમાં કામ કર્યું છે. આજે, ઉંમરના આ તબક્કે પણ મહાનાયક કામ કરે છે. એવામાં અમિતાભે હવે રસીનો બીજો ડોઝ લઈને ચાહકોને આ માહિતી આપી છે.

શનિવારે અમિતાભ બચ્ચનએ કોરોનાનો બીજો ડોઝ લઇ લીધો છે, જેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર આપી. બિગ બીએ વેક્સિનનો પહેલો ડોઝ એપ્રિલમાં લીધો હતો. હવે બીજો ડોઝ લીધા પર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી ફેન્સને સોરી કહ્યું હતું.

અમિતાભ બચ્ચને ઇન્સ્ટા પર એક ફોટો શેર કરતા જણાવ્યું કે, તેમને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધો છે. સાથે જ કેપ્શનમાં લખ્યું, ‘બીજી પણ થઇ ગઈ. કોવિડ વાળી, ક્રિકેટ વાળી નહિ. હસવા વાળા ઇમોજી સાથે ફરી લખે છે, ‘સોરી, સોરી આ ખુબ ખરાબ હતું.’

બિગ બીની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે બ્રહ્માસ્ત્ર, ઝુંડ અને મેડે ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તે દીપિકા પાદુકોણ સાથે ઈન્ટર્નમાં પણ કામ કરવા જઇ રહ્યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code