Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 44 ટકા મતદાન થયું

Social Share

અમદાવાદ, 26 એપ્રિલ 2026: An average of 44 percent voting was recorded in the local body elections till 3 pm. ગુજરાતમાં આજે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટેની ચૂંટણીમાં  ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 44 ટકાથી વધુ થયું છે. જેમાં 15 મહાનગરપાલિકામાં અંદાજે 37.8 ટકા મતદાન થયુ હતું. જ્યારે  જિલ્લા-તાલુકા પંચાયતમાં અંદાજે 46.3 ટકા મતદાન નોંધાયુ છે. નગરપાલિકામાં અંદાજે 46.3 ટકા મતદાન નોંધાયુ છે. બપોરના ટાણે મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.

 રાજ્યમાં પાલિકા-પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાન શરૂ થયાને 6 કલાક વીતી ચૂક્યા છે. 15 મહાનગરપાલિકામાં બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 33 ટકા મતદાન થયુ હતુ. અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાનને લીધે બપોરના સમયે મતદારોની સંખ્યા પાંખી જોવા મળી હતી. આ ચૂંટણીમાં જૂની 6 મહાનગરપાલિકાની સરખામણીએ નવી 9 મહાનગરપાલિકાના મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન વચ્ચે અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મતદાન મથક પર જ ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી થતા પોલીસે મહામહેનતે સ્થિતિ કાબૂમાં લીધી હતી. વડોદરાના વોર્ડ નંબર 14માં પણ ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. સવારથી જ મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન શરૂ થતા જ મતદારોની કતાર જોવા મળી. પરંતુ, બપોર પડતા જેમ જેમ ગરમીનો પારો ઊંચો જતો ગયો તેમ તેમ મતદાન મથકો પર મતદારોની હાજરી ઘટતી જોવા મળી.

પાલિકા-પંચાયતની યોજાઈ રહેલી ચૂંટણીને 2027 વિધાનસભા ચૂંટણીની સેમિફાઈનલ સમાન ગણવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં સૌથી વધુ નજર રાજ્યની 6 જૂની અને 9 નવી મળી 15 મહાનગરપાલિકા પર છે. 15 મહાનગરપાલિકામાં 43 બેઠક બિનહરીફ થઈ હોય હવે 1001 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. આ તમામ બેઠક પર 1.10 કરોડથી વધુ મતદારો કૂલ 3145 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે.

Exit mobile version