1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાવરકુંડલાના ગોરડકા ગામની સીમમાં આઠ વર્ષની બાળકીને સિંહે ફાડી ખાધી
સાવરકુંડલાના ગોરડકા ગામની સીમમાં આઠ વર્ષની બાળકીને સિંહે ફાડી ખાધી

સાવરકુંડલાના ગોરડકા ગામની સીમમાં આઠ વર્ષની બાળકીને સિંહે ફાડી ખાધી

0
Social Share

અમરેલીઃ  જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામની સીમમાં સિંહે આઠ વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. અને બાળકીને ફાડી ખાધી હતી. આ બનાવથી આ વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં સિંહ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓની હાજરી છે. તાલુકાના ગોરડકા ગામે પીડિતા સંગીતા ભૂરિયા નામની આઠ વર્ષની બાળકી તેના સંબંધીઓ સાથે ખુલ્લા ખેતરમાં સૂતી હતી. સિંહ સવારે 4 વાગ્યે આવ્યો હશે અને છોકરીને ખેંચી ગયો હશે તેવી આશંકા છે. આશ્વર્યની વાત એ છે કે, સંગીતાના પરિવારમાંથી કોઈને પણ હુમલા વિશે જાણ થઈ નહોતી અને સવારે જ્યારે તેમણે તેની શોધ કરી ત્યારે શરીરના અવશેષો મળી આવ્યા હતા.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિંહ છોકરીના શરીરનો 80 ટકા ભાગ ખાઈ ગયો હતો અને છોકરીનું માત્ર માથુ અને એક હાથ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. નજીકમાં પગલા મળી આવતાં સિંહ જ છોકરીને ઉઠાવી ગયો હોવાનું તારણ વન વિભાગે કાઢ્યું હતું અને કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ પણ છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં સિંહની અવરજવરની પુષ્ટિ કરી હતી.
ગીર જંગલના (પૂર્વ) નાયબ સંરક્ષક, અંશુમાન શર્માએ જણાવ્યું હતું કે ‘સવારે જ્યારે પરિવારના સભ્યોને છોકરી ન મળી ત્યારે તેમણે શોધ આદરી હતી અને ખેતરથી થોડા મીટર દૂર શરીરના ભાગ ટુકડામાં મળી આવ્યા હતા. જમીન પરથી ખેંચવાના અને લોહીના ડાઘ મળી આવ્યા હતા. પ્રથમ નજરે તેવું માનવામાં આવી રહ્યું છે કે તે સિંહ હતો. ગોરડકા ગામે સાર્દુલ ચંદુના ખેતરમાં મજૂર તરીકે કામ કરવા માટે મધ્યપ્રદેશથી 20 સભ્યોનો પરિવાર આવ્યો હતો. જો કે, સંગીતાના માતા-પિતા આવ્યા નહોતા અને તે બે દિવસ પહેલા તેના ભાઈ તેમજ અન્ય સંબંધીઓ સાથે આવી હતી. સિંહને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવી દીધા છે. વિભાગના સૂત્રોએ તેવી આશંકા વ્યક્ત કરી હતી કે, પરિવારે ગત રાતે માછલી અથવા માંસ ખાધુ હશે અને બાકીના ખોરાકની ગંધે સિંહને આકર્ષિત કર્યો હશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code