1. Home
  2. ગુજરાતી
  3. ઈરાનનો ઈઝરાયલ ઉપર હુમલા બાદ જી7 દેશોની તાત્કાલિક બેઠક મળી
ઈરાનનો ઈઝરાયલ ઉપર હુમલા બાદ જી7 દેશોની તાત્કાલિક બેઠક મળી

ઈરાનનો ઈઝરાયલ ઉપર હુમલા બાદ જી7 દેશોની તાત્કાલિક બેઠક મળી

0
Social Share

નવી દિલ્હીઃ ઈરાન દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલ હુમલા બાદ G 7 દેશોની ઓનલાઈન બેઠક યોજવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો.બાઈડને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામીન નેત્યનયાહુને સાફ જણાવી દીધું છે કે, અમેરિકા તેહરાન પરના હુમલામાં તેમનો સાથ નહિ આપે. G 7 બેઠક દરમિયાન પણ જો.બાઈડને હુમલાની નિંદા કરી હતી.

તેમણે કહ્યું કે, વોશિંગટન તેમના સહયોગી દેશ ઇઝરાયેલ સાથે મજબૂતીથી ઉભો છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, ઈરાન અને યમન તરફથી ઇઝરાયલ પર કરવામાં આવેલ 80 થી વધુ ડ્રોન અને મિસાયલોને અમેરિકી-યુરોપીય કમાન્ડે ડી-એક્ટીવ કરવાનું કામ પણ કર્યું છે. ઇઝરાય અને ઈરાનની વચ્ચે થયેલ હુમલાને લઈને  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક પણ થઇ હતી. આ બેઠક દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે કહ્યું કે, પૂર્વીય ક્ષેત્રના લોકો વિનાશનો સામનો કરી રહ્યા છે, તેથી હવે તણાવને પૂરો કરવાનો સમય આવ્યો છે.

ઓગસ્ટ મહિનામાં હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ ઉપર હુમલો કરીને ખુની ખેલ ખેલ્યો હતો. જેથી ઈઝરાયલે હમાસના ખાતમાની પ્રતિજ્ઞા લઈને તેની સામે યુદ્ધ શરૂ કર્યું હતું. બીજી તરફ ઈરાન હમાસને આડકતરી રીતે સમર્થન કરી રહ્યું છે. તાજેતરમાં ઈઝરાયલના હુમલામાં ઈરાનના દુતાવાસને નુકશાન પહોંચ્યું હતું. જેની સામે ઈરાને નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન શનિવારે રાતના ઈરાને 300થી વધારે મિશાઈલ હમાસ ઉપર તાકી હતી. એટલું જ નહીં ઈરાન સમર્થિત આતંકવાદી ગ્રુપ દ્વારા પણ ઈઝરાયલ ઉપર હુમલા કરવામાં આવી રહ્યાં છે. ઈરાનના હુમલાને પગલે ભારત સહિત દુનિયાના અનેક દેશોએ ચિંતા વ્યક્ત કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code