1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અનંત-રાધિકાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન, અંબાણીના આંગણે રૂડા અવસરમાં બોલીવુડ સ્ટાર્સ ઉમટી પડ્યાં
અનંત-રાધિકાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન, અંબાણીના આંગણે રૂડા અવસરમાં બોલીવુડ સ્ટાર્સ ઉમટી પડ્યાં

અનંત-રાધિકાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન, અંબાણીના આંગણે રૂડા અવસરમાં બોલીવુડ સ્ટાર્સ ઉમટી પડ્યાં

0
Social Share

જામનગરઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશનનો પ્રારંભ જામનગરના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશિપમાં શરૂ થતા બીજા દિવસે પણ બૉલિવૂડ સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો, આ સેલિબ્રિશનમાં દેશ-વિદેશના અનેક ઉદ્યોગપતિઓ પણ પરિવારો સાથે હાજરી આપી રહ્યા છે.

ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેરેમમાં બોલિવૂડ-હોલિવૂડના સ્ટાર્સનો જમાવડા જોવા મળી રહ્યો છે.  છેલ્લા બે દિવસથી જામનગર એરપોર્ટ પર સતત દુનિયાભરની હસ્તીઓ પહોંચી રહી છે. દુનિયાભરની હસ્તીઓના આગમનને પગલે જામનગર એરપોર્ટને પણ બાંધણીથી સજાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, એરપોર્ટ પર તમામ મહેમાનોનું ગુજરાતી પરંપરાગત રાસ-ગરબાની રમઝટ સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. શુક્રવારે

ટાઉનશીપના કન્ઝર્વેટરીમાં કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘એન ઈવનિંગ ઈન એવરલેન્ડ’ થીમ પર આધારિત આ પાર્ટીમાં સંગીત, નૃત્યુ અને વિઝ્યૂઅલ આર્ટ સહિત અનેક સરપ્રાઈઝ રાખવામાં આવી હતી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા, ક્રિકેટર સૂર્ય કુમાર યાદવ, ઈશાન કિશન, ઝહીર ખાન અને તેની વાઈફ સાગરીતા ઘાટકે તેમજ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને સવજીભાઈ ધોળકિયા, ઉપરાંત ક્રિકેટર રાશિદ ખાન, ડ્વેન બ્રાવો, શુક્રવારે આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત બોલિવૂડથી લઈને ક્રિકેટજગતની અનેક સેલિબ્રિટીઝ હાજર રહેવાની છે, જેમાં અજય દેવગણ, કાજોલ, અમિતાભ બચ્ચન અને તેમનું ફેમિલી, સચિન તેંડૂકર અને તેનું ફેમિલી, કે.એલ રાહુલ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા, મહેન્દ્ર સિંહ ધોની અને તેનું ફેમિલી તેમજ અક્ષય કુમાર પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ટાટા સન્સના ચેરમેન એન. ચન્દ્રન, બિલ ગેસ્ટ, રામચરણ, ટાઈગર શ્રોફ સહિત અનેક દિગ્ગજો હાજરી આપશે.  મુંબઈથી અનેક સેલેબ્સ જામનગર આવવા નીકળી ગયા છે. મુંબઈના પ્રાઇવેટ એરપોર્ટ પર સેલેબ્સનો ધસારો જોવા મળ્યો હતો. પ્રાઇવેટ એરપોર્ટ જાણે બસસ્ટેન્ડ કે રેલવે સ્ટેશન બની ગયું હોય એવી ભીડ જોવા મળી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code