Homeગુજરાતીગુજરાતમાં કોરોનાના વધુ 13,847 કેસ નોંધાયાઃ 172નાં મોત

ગુજરાતમાં કોરોનાના વધુ 13,847 કેસ નોંધાયાઃ 172નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 13,847 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 172 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 10,582 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,29,130 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 172 લોકોના કોરોનાથી મોત થયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 21 લોકો અને સુરત શહેરમાં 18, રાજકોટમાં 10, વડોદરામાં 11 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ 73,78 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 4980  અને અમદાવાદ જિલ્લામાં 80,  સુરત શહેરમાં 1795, અને જિલ્લામાં 393, વડોદરા શહેરમાં 547, અને જિલ્લામાં 236, રાજકોટ શહેરમાં 605, અને જિલ્લામાં 95,  જામનગર શહેરમાં 390, અને જિલ્લામાં 353,  ભાવનગર શહેરમાં 410, અને જિલ્લામાં 163, ગાંધીનગર શહેરમાં 160, અને જિલ્લામાં 160, પાટણમાં 169, મહેસાણામાં 517, દાહોદમાં 144, પંચમહાલમાં 133, બનાસકાંઠામાં 198,  ભરૂચમાં 113 , ખેડામાં 196, મોરબીમાં 102,  કચ્છમાં 161, આણંદમાં 146, મહિસાગરમાં 135, નવસારીમાં 164,   સહિત કુલ 13,847  કેસ નોંધાયા છે. રાજયમાં આજે કુલ 55235  લોકોને પ્રથમ રસીનો ડોઝ અપાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 4,29130 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી. રાજ્યમાં કોરોનાના 142139 એક્ટિવ કેસો છે જેમાં 637 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular