1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મોંઘવારીનો વધુ એક ડામ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી વધારો
મોંઘવારીનો વધુ એક ડામ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી વધારો

મોંઘવારીનો વધુ એક ડામ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી વધારો

0
Social Share

નવી દિલ્હી, 23 મે 2026: મોંઘવારીના મોરચે જનતાને વધુ એક મોટો ફટકો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ફેરફાર વચ્ચે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર તોતિંગ વધારો ઝીંકાયો છે. આ નવા ભાવ વધારા બાદ અમદાવાદમાં પેટ્રોલની કિંમત ₹100ની સપાટીની બિલકુલ નજીક પહોંચી ગઈ છે.

પેટ્રોલમાં 86 પૈસા અને ડીઝલમાં 94 પૈસાનો વધારો

નવા ઝીંકાયેલા ભાવ વધારા મુજબ, પેટ્રોલમાં પ્રતિ લિટરે 86 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 94 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો સામાન્ય વાહનચાલકો સહિત મધ્યમ વર્ગના પરિવારોના માસિક બજેટને ખોરવી નાખશે તેવી પૂરેપૂરી આશંકા છે. અમદાવાદમાં હવે પેટ્રોલના ભાવ 99.07 અને ડીઝલ 94.99 રૂપિયા પ્રતિ લિટર થયું છે.  આ અંગે અમદાવાદમાં પેટ્રોલ ડીઝલ એસોસિયેશનના પ્રમુખ અરવિંદભાઈ  ઠકકરે જણાવ્યું હતું કે આ ભાવ વધારો આજથી અમલમાં મૂકાયો છે.

પેટ્રોલના ભાવ ₹99ને પાર પહોંચતા હવે તે ₹100ની ઐતિહાસિક સપાટીથી માત્ર ગણતરીના પૈસા જ દૂર છે. બીજી તરફ, ડીઝલના ભાવમાં 94 પૈસાનો વધારો થવાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ (માલસામાન હેરફેરનો ખર્ચ) વધશે. જેના કારણે આગામી દિવસોમાં શાકભાજી, દૂધ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code