1. Home
  2. ગુજરાતી
  3. માફિયા મુખ્તાર અંસારીને વધુ એક ઝટકો,ગેંગસ્ટર કેસમાં 5 વર્ષની જેલ
માફિયા મુખ્તાર અંસારીને વધુ એક ઝટકો,ગેંગસ્ટર કેસમાં 5 વર્ષની જેલ

માફિયા મુખ્તાર અંસારીને વધુ એક ઝટકો,ગેંગસ્ટર કેસમાં 5 વર્ષની જેલ

0
Social Share

લખનઉ:ઉત્તર પ્રદેશની બાંદા જિલ્લા જેલમાં બંધ પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી પર યોગી સરકાર બાદ હવે કોર્ટે કડક કાર્યવાહી કરતા જ મુસીબતો વધી રહી છે.

વાસ્તવમાં, જેલરને ધમકાવવાના કેસમાં 7 વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ હવે મુખ્તારને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ગેંગસ્ટર એક્ટ હેઠળ 23 વર્ષ જૂના કેસમાં 5 વર્ષની જેલની સજા સંભળાવી છે.આ સાથે મુખ્તાર પર 50,000 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.૩ દિવસની અંદર મુખ્તારને 2 કેસમાં સજા સંભળાવવામાં આવી છે.

વાસ્તવમાં હાઈકોર્ટની લખનઉ બેંચના જસ્ટિસ દિનેશ કુમાર સિંહની સિંગલ બેન્ચે રાજ્ય સરકારની અપીલ પર આ નિર્ણય સંભળાવ્યો છે.જ્યાં આ મામલામાં વર્ષ 1999માં હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

જોકે, અગાઉ મુખ્તાર અંસારીને જેલર એસકે અવસ્થીને ધમકી આપવા બદલ 3 અલગ-અલગ કલમો હેઠળ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે.આવી સ્થિતિમાં,રાજ્ય સરકારની અપીલને સ્વીકારતા હાઇકોર્ટની લખનઉ બેંચના જસ્ટિસ દિનેશ કુમાર સિંહની સિંગલ બેન્ચે પણ આ નિર્ણય સંભળાવ્યો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code