1. Home
  2. ગુજરાતી
  3. પર્યાવરણ પ્રદુષણ મામલે પંજાબ સરકરાને મોટો ફટકોઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 2 હજાર કરોડથી વધુનો ફટકાર્યો દંડ
પર્યાવરણ પ્રદુષણ મામલે પંજાબ સરકરાને મોટો ફટકોઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 2 હજાર કરોડથી વધુનો ફટકાર્યો દંડ

પર્યાવરણ પ્રદુષણ મામલે પંજાબ સરકરાને મોટો ફટકોઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 2 હજાર કરોડથી વધુનો ફટકાર્યો દંડ

0
Social Share
  • એનજીટી એ પંજાબ સરકારને ફટકાર્યો દંડ
  • 2,080 કરોડનો પંજાબ સરકારને દંડ ફટકાર્યો

દિલ્હી – એનજીટીના અધ્યક્ષ જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી બેન્ચે નક્કર અને પ્રવાહી કચરાનું સંચાલન ન કરવા બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પંજાબ પર 2,000 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. 

આ બાબતને લઈને એનજીટીએ  ચુકાદો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું  છે કે પંજાબ રાજ્ય 2014 થી પ્રદૂષણ નિયંત્રણના પગલાં માટે વૈધાનિક સમયમર્યાદાનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ સાથે ગટર વ્યવસ્થાપન, જળ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણો લગાવવામાં પણ તેમણે  નિષ્ફળતા દાખવી છે આ સાથે જ એનજીટીએ પંજાબ સરકારને પ્રદૂષકો પાસેથી 2080 કરોડ રૂપિયાનો દંડ વસૂલવા કહ્યું છે.

આ સગમર્ મામલે એનજીટીએ જણાવ્યું હતું કે પર્યાવરણીય ધોરણોનું મોટાભાગે પાલન કરવામાં આવતું નથી, જે મૃત્યુ અને રોગો અને પર્યાવરણને નુકસાન તરફ દોરી જાય છે, જ્યારે તેના માટે જવાબદારી પણ નક્કી કરવામાં આવતી નથી.ઉલ્લેખનીય છે કે વિતેલા એનજીટી દ્રારા પર્યાવરણની જાળવણી મામલે બેદરકારી દાખવતા રહેતા રાજ્યો પર કાર્યવાહી કરવામાં આવે  છે આ પહેલા પણ ઉત્તરપ્રદેશ અને જાજસ્થાનને પણ આ મામલે કરોડોનો દંડ ફટકારાયો હતો.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code