Site icon Revoi.in

જાપાન ડેફલિમ્પિક્સમાં ભારતને વધુ એક મેડલ, અનુયા પ્રસાદે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો

Social Share

નવી દિલ્હીઃ જાપાનમાં ચાલી રહેલા 25મા સમર ડેફલિમ્પિક્સમાં ભારતીય શૂટરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં અનુયા પ્રસાદે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે પ્રાંજલી પ્રશાંત ધુમલે સિલ્વર મેડલ મેળવ્યો.ગોલ્ડ મેડલ જીતવાની સાથે, અનુયાએ ડેફલિમ્પિક્સ ફાઇનલનો વર્લ્ડ રેકોર્ડ (241.1) તોડ્યો.તેણે ક્વોલિફિકેશન વર્લ્ડ રેકોર્ડ તોડીને ફાઇનલમાં પ્રવેશ કર્યો અને સિલ્વર મેડલ (236.8) જીત્યો.

અભિનવ દેસવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ (235.2) જીત્યો. તેણે ક્વોલિફિકેશનમાં 576 પોઈન્ટ સાથે ડેફલિમ્પિક્સ વર્લ્ડ રેકોર્ડની બરાબરી પણ કરી હતી.બે દિવસની સ્પર્ધા પછી ડેફલિમ્પિક્સમાં ભારતની શૂટિંગ મેડલની સંખ્યા સાત થઈ ગઈ છે.ડેફલિમ્પિક્સમાં ડબલ ગોલ્ડ મેડલ વિજેતા ધનુષ શ્રીકાંતના નેતૃત્વમાં 15 સભ્યોની ભારતીય ટીમ, એર રાઇફલ મિશ્ર ટીમોની સ્પર્ધામાં ભાગ લેશે.

Exit mobile version