Site icon Revoi.in

અમદાવાદમાં અસામાજીક તત્વોનો ઉપદ્રવ, સરસપુરમાં વાહનો અને દુકાનોમાં કરી તોડફોડ

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજીક તત્વોનો ઉપદ્રવ વધ્યો છે. બીજી તરફ રાજ્યમાં અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં મોડી રાતે કેટલાક અસામાજીક તત્વોએ મારક હથિયારો વડે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરીને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. પોલીસે અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા પંડિતનગર અને બોરડીવટ નગરમાં મોડી રાતે કેટલાક અજાણ્યા લોકોએ ધોકા અને પાઈપ વડે દુકાનો અને વાહનોમાં ભારે તોડફોડ કરી હતી. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો મોહલ છે. આ ઘટના બાદ સ્થાનિકોએ કોટડા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. અગાઉ પણ જૂના વાડજમાં અસામાજિક તત્ત્વોએ સોસાયટીમાં આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હોવાનું જાણવા મળે છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ અસામાજિક તત્ત્વોને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘સીધા રહેજો. પોલીસ સાથે પનારો પડ્યો તો ચાલવામાં તકલીફ થશે સાથે કોઈપણ ટપોરી સામાન્ય નાગરિકને હેરાન કરશે તો તેના વરઘોડા નીકળશે.’