1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનના ભરતપુરમાં બે લોકોથી ભરેલું  સેનાનું હેલિકોપ્ટર ક્રેશ –  ક્રેશ થયા બાદ હેલિકોપ્ટર બળીને ખાખ
રાજસ્થાનના ભરતપુરમાં બે લોકોથી ભરેલું  સેનાનું હેલિકોપ્ટર ક્રેશ –  ક્રેશ થયા બાદ હેલિકોપ્ટર બળીને ખાખ

રાજસ્થાનના ભરતપુરમાં બે લોકોથી ભરેલું  સેનાનું હેલિકોપ્ટર ક્રેશ –  ક્રેશ થયા બાદ હેલિકોપ્ટર બળીને ખાખ

0
  • ભરતપુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ
  • બે લોકો હતા સવાર

જયપુરઃ- રાજસ્થાનના ભરતપુરમાંથી આજરોજ સવારે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે.મળતી વિગત પ્રમાણે ભરતપુર જિલ્લાના ઉચૈન પિંગોરામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

આ સાથે જ જેવું હોલિકોપ્ટર ક્રેશ થયું તેવી તેમાં ભયાનક આગ લાગી હતી. માહિતી બાદ જિલ્લા પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું છે ગામજનોના કહેવા પ્રમાણે તેઓએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો  હતો જેને લઈને તરત જ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા.

આ ઘટના આજરોજ  શનિવારે સવારે બની હતી. અકસ્માતની જાણ થતાં જ ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગ્રામજનોની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.  . દુર્ઘટનાનું કારણ ટેક્નિકલ ખામી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ હેલિકોપ્ટર આગ્રાથી ઉડાન ભરીને ભરતપુરના ઉચૈન પોલીસ સ્ટેશન વિસ્તારના પિંગોરા ગામ પાસે પડ્યું હતું. તેના ટુકડા વેરવિખેર થઈ ગયા હતા. ફાઈટર પ્લેનમાં હવામાં આગ લાગી હતી.

આ સાથે જ એકઠા થયેલા ગામના લોકોએ હેલિકોપ્ટરમાં લાગેલી આગને ઓલાવાનો પ્રયાસ કર્યો હચો જો કે તેનો સફળ થયા ન હતા ગણતરીની મિનિટોમાં જ હેલિકોપ્ટર બળઈને ખાખ થઈ ચૂક્યું હતું.હાલ મળેલી જાણકારી પ્રમાણે આ હેલિકોપ્ટરમાં 2 લોકો સવાર હતા.જો કે તેઓ વિશે હાલ કોઈ સમાચાર મળ્યા નથી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code