HomeગુજરાતીG20 સમિટમાં પીએમ મોદીએ સાબરમતી આશ્રમનો પરિચય કરાવતા ખાદીથી મહેમાનોનું કર્યું સ્વાગત

G20 સમિટમાં પીએમ મોદીએ સાબરમતી આશ્રમનો પરિચય કરાવતા ખાદીથી મહેમાનોનું કર્યું સ્વાગત

દિલ્હીઃ-  ભારત હાલ જી 20 સમિટમાં વ્યસ્ત છે ભારતમાં G20 સમિટનો આજે બીજો દિવસ છે. આજે, શિખર બેઠક પહેલા, તમામ G20 દેશોના નેતાઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પહોંચ્યા, જ્યાં વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું.

 મહત્વની વાત એ છે કે  આ દરમિયાન પીએમ મોદી જ્યાં ઉભા રહીને વિદેશી મહેમાનોનું અભિવાદન કરી રહ્યા હતા તેની પાછળ સાબરમતી આશ્રમના ફોટો લગાડવામાં આવ્યા હતા પીએમ મોદીએ પહેલા તમામ મહેમાનોને ખાદીના વસ્ત્રો પહેરાવીને આવકાર્યા અને પછી સાબરમતી આશ્રમ વિશે માહિતી આપી.

આ પહેલા  શનિવારે જ્યારે પીએમ  મોદી G20 સમિટમાં વિદેશી નેતાઓનું સ્વાગત કરી રહ્યા હતા ત્યારે તેમની પાછળ ઓડિશાના પ્રખ્યાત કોણાર્ક ચક્રના ફોટાઓ મૂકવામાં આવ્યા હતી. પીએમ મોદીએ મહેમાનોને કોણાર્ક ચક્ર વિશે પણ માહિતી આપી હતી.આ સમિટ જરમિયાન ભઆરતની સંસ્કૃતીની ઝલક આપવામાં આવી રહી છે.

સંબંધિત લેખો

Most Popular