1. Home
  2. ગુજરાતી
  3. અથિયા શેટ્ટી- કેએલ રાહુલ ટૂંક સમયમાં કરશે લગ્ન,આ દિવસે સાત ફેરા લેશે
અથિયા શેટ્ટી- કેએલ રાહુલ ટૂંક સમયમાં કરશે લગ્ન,આ દિવસે સાત ફેરા લેશે

અથિયા શેટ્ટી- કેએલ રાહુલ ટૂંક સમયમાં કરશે લગ્ન,આ દિવસે સાત ફેરા લેશે

0
Social Share

મુંબઈ:અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અભિનેત્રી અથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલના અફેરના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા છે.જો કે આ કપલે ક્યારેય તેમના સંબંધો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.અથિયા ઘણી ઇવેન્ટ્સમાં કેએલ રાહુલ સાથે જોવા મળી છે.અથિયા કેએલ રાહુલની મેચોમાં પણ દેખાય છે.હવે બંનેના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે.મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે,અથિયા અને કેએલ રાહુલ જલ્દી જ લગ્ન કરવાના છે.બંનેના લગ્નની તારીખો પણ સામે આવી ચુકી છે. જાણો કયા દિવસે અથિયા અને કેએલ રાહુલ સાત ફેરા લેશે.

એક અહેવાલ મુજબ, અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ જાન્યુઆરી 2023 ના છેલ્લા અઠવાડિયામાં લગ્ન કરી શકે છે.બંનેના લગ્ન એક ખાનગી ફંકશન હશે, જેમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સામેલ થશે.ડિસેમ્બરમાં બધાને આમંત્રણો મળી જશે તેવા અહેવાલ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નના તમામ ફંક્શન 21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી 2023 વચ્ચે યોજાશે.જો કે, પરિવાર અથવા આ કપલ તરફથી તારીખો અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.અહેવાલ છે કે,પરિવારમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.બંનેના લગ્ન એક મોટા સાઉથ ઇન્ડિયન વેડિંગ હશે, જેમાં પીઠી, મહેંદી અને સંગીત અને ઘણા ફંક્શન હશે.આ લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા હાઉસ ‘જહાં’માં થશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code