1. Home
  2. ગુજરાતી
  3. રાજઘાની દિલ્હીના લોકોનું ખરાબ હવામા શ્વાસ લેવું બન્યું મુશ્કેલ , એર ક્વોલિટી ઈન્ડેક્ષ ખરાબ શ્રેણીમાં નોંઘાયો
રાજઘાની દિલ્હીના લોકોનું ખરાબ હવામા શ્વાસ લેવું બન્યું મુશ્કેલ , એર ક્વોલિટી ઈન્ડેક્ષ ખરાબ શ્રેણીમાં નોંઘાયો

રાજઘાની દિલ્હીના લોકોનું ખરાબ હવામા શ્વાસ લેવું બન્યું મુશ્કેલ , એર ક્વોલિટી ઈન્ડેક્ષ ખરાબ શ્રેણીમાં નોંઘાયો

0
Social Share

દિલ્હીઃ રાજઘાની દિલ્હીમાં શિયાળાની શરુઆત થતાની સાથે જ અહીંની હવા ખરાબ થવા લાગે છે હવામાં પ્રુષણનું સ્તર એટલા પ્રમાણમાં વઘવા લાગે છએ કે લોકોએ માસ્ક પહેરવાની કે મોઢા પર બાંઘવાની ફરજ પડે છે નહી તો લોકોનું શ્વાસ લેવું મુશ્કેલવ બને છે આજુબાજુના રાજ્યોમાં પરાળી બાળવાના કારણે તો ક્યાક ટ્રાફિકનો ઘૂમાડો તો વળી ક્યાંક ઉદ્યોગોના ઘુમાડાના કારણે દિવાળઈ પહેલા જ અહીની હવા ખરાબ થતી હોય છૈે ત્યારે હવે આવનારા 15 દિવસ દિલ્હી માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ શકે છે.

દિલ્હી અને યુપી અને હરિયાણાના આજુબાજુના શહેરો સિવાય પંજાબ અને મહારાષ્ટ્રમાં હવાની ગુણવત્તા ઘણા દિવસોથી સતત ખરાબ નોંધાઈ રહી છે. આ સંદર્ભમાં, આજે એટલે કે 2જી નવેમ્બરે પણ હવાની ગુણવત્તામાં કોઈ સુધારો થયો નથી.

SAFAR-India અનુસાર, નોઈડામાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 397 છે, જે ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં છે. તો આ સહીત દિલ્હીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક343 છે, જે ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં છે. જ્યારે પંજાબના ભટિંડા શહેરમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો જોવા મળ્યો છે.

રાજઘઆની દિલ્હીમાં પ્રદૂષણને રોકવા માટે આ સમયે ગ્રેપ-2 લાગુ કરવામાં આવી છે. અગાઉ, દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે રાજધાનીમાં હવાની ગુણવત્તાની ગંભીર સ્થિતિ પર ભાર મૂકતા 1 નવેમ્બરથી આગામી 15-20 દિવસો વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

આ સાથએ જ મંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો કે વિવિધ સરકારી વિભાગો પછીના દિવસોમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન નું મૂલ્યાંકન કરવા માટે એક બેઠક યોજશે, સમાચાર એજન્સી આજરોજ  ગુરુવારે દિલ્હી એનસીઆર ક્ષેત્રની જો હવા ગુણવત્તાની વાત કરીએ તો નો ઈડાના સેક્ટર 125 માં, AQI 288 માપવામાં આવ્યું હતું, જે “નબળી” શ્રેણીમાં આવે છે. નોઈડાના સેક્ટર 62માં, AQI 342 નોંધાયો હતો, જે “ખૂબ જ નબળી” શ્રેણીમાં આવે છે. નોઈડાના સેક્ટર 1 માં, AQI 279 નોંધાયો હતો, જે “નબળી” શ્રેણીમાં છે.

આ સહીત નોઈડામાં AQI 274 પર હતો, જે હજુ પણ “ખરાબ” શ્રેણીમાં છે. ગુરુગ્રામ NISE ગ્વાલ પહારી, ગુરુગ્રામ, હરિયાણામાં, AQI 310 પર પહોંચ્યો, તેને “ખૂબ જ ખરાબ” તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો. સેક્ટર 51, ગુરુગ્રામમાં, AQI 173 માપવામાં આવ્યો હતો, જે “મધ્યમ” હવાની ગુણવત્તા દર્શાવે છે. ટેરી વિલેજ, ગુરુગ્રામમાં, AQI 187 હતો, જે “મધ્યમ” શ્રેણીમાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code