1. Home
  2. ગુજરાતી
  3. BCCI: સ્થાનિક ટૂર્નામેન્ટમાં ઈનામની રકમમાં વધારો કરાયો, મહિલા ક્રિકેટ ટીમને વધારે ફાયદો થશે
BCCI: સ્થાનિક ટૂર્નામેન્ટમાં ઈનામની રકમમાં વધારો કરાયો, મહિલા ક્રિકેટ ટીમને વધારે ફાયદો થશે

BCCI: સ્થાનિક ટૂર્નામેન્ટમાં ઈનામની રકમમાં વધારો કરાયો, મહિલા ક્રિકેટ ટીમને વધારે ફાયદો થશે

0
Social Share

નવી દિલ્હીઃ બીસીસીઆઈએ સ્થાનિક ટૂર્નામેન્ટમાં ઈનામની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ સિઝનથી રણજી ટ્રોફી વિજેતાને હવે રૂ. 5 કરોડ મળશે. સૌથી વધુ ફાયદો મહિલા ક્રિકેટની ટુર્નામેન્ટને થશે. મહિલા વનડે ટ્રોફીની વિજેતાને હવે 50 લાખ રૂપિયા અને T20 મહિલા ટ્રોફીની વિજેતાને પાંચને બદલે 40 લાખ રૂપિયા મળશે.

બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વીટ કરીને કહ્યું કે, બોર્ડની તમામ ડોમેસ્ટિક ટુર્નામેન્ટની ઈનામી રકમમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ભારતીય ક્રિકેટની કરોડરજ્જુ સમાન સ્થાનિક ટૂર્નામેન્ટને પ્રોત્સાહન આપવા માટે તેના તરફથી પ્રયાસો ચાલુ રહેશે. અત્યાર સુધી રણજી ટ્રોફીના વિજેતાને અત્યાર સુધી બે કરોડ, ઉપવિજેતાને એક કરોડ અને સેમી ફાઇનલિસ્ટને 50 લાખ રૂપિયા મળતા હતા. હવે વિજેતાને 5 કરોડ, ઉપવિજેતાને ત્રણ કરોડ અને સેમી ફાઇનલિસ્ટને 1 કરોડ રૂપિયા મળશે. ઈરાની કપની વિજેતા ટીમને 25 લાખને બદલે 50 લાખ મળશે, જ્યારે ઉપવિજેતાને પણ હવે 25 લાખ મળશે.

દુલીપ ટ્રોફીના વિજેતાને 40 લાખને બદલે 1 કરોડ રૂપિયા અને ઉપવિજેતાને 20ને બદલે 50 લાખ રૂપિયા મળશે. ODI માટે રમાયેલી વિજય હજારે ટ્રોફીના વિજેતાને 30 લાખને બદલે એક કરોડ અને ઉપવિજેતાને 15 લાખને બદલે 50 લાખ મળશે. પ્રો. ડીબી દેવધર ટ્રોફીના વિજેતાને 25 લાખને બદલે 40 લાખ અને ઉપવિજેતાને 15 લાખને બદલે 20 લાખ મળશે.

સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીના વિજેતાને 25ને બદલે 80 લાખ રૂપિયા અને ઉપવિજેતાને 10ને બદલે 40 લાખ રૂપિયા મળશે. વરિષ્ઠ મહિલા ODI ટ્રોફીની વિજેતાને 6 ને બદલે 50 લાખ અને ઉપવિજેતાને 3 ને બદલે 25 લાખ મળશે. વરિષ્ઠ મહિલા T20 ટ્રોફીની વિજેતાને 5 રૂપિયાને બદલે 40 લાખ રૂપિયા અને ઉપવિજેતાને 3 રૂપિયાને બદલે 20 લાખ રૂપિયા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code