1. Home
  2. revoinews
  3. સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: વૈશ્વિક અસ્થિરતાની અસર
સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: વૈશ્વિક અસ્થિરતાની અસર

સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: વૈશ્વિક અસ્થિરતાની અસર

0
Social Share

મુંબઈ, 21 એપ્રિલ 2026: વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા અને મજબૂત થતા ડોલરના કારણે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે શરૂઆતી સત્રમાં બંને કિંમતી ધાતુઓ 0.68 ટકા સુધી ગગડી હતી, જેના કારણે રોકાણકારો અને ખરીદદારોમાં ભારે હલચલ જોવા મળી રહી છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર આજે સવારે સોના અને ચાંદી બંને લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સોનું સવારે 10:27 કલાકે 5 જૂન 2026ના ગોલ્ડ કોન્ટ્રાક્ટનો ભાવ 0.16 ટકા અથવા 243 રૂપિયા ઘટીને 1,53,700 રૂપિયા પર પહોંચ્યો હતો. દિવસ દરમિયાન સોનાએ 1,53,675 રૂપિયાની નીચી સપાટી સ્પર્શી હતી. ચાંદીમાં 5 મે 2026ના સિલ્વર કોન્ટ્રાક્ટમાં 0.70 ટકા અથવા 1,776 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો હતો, જેની સાથે ભાવ 2,50,769 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

વૈશ્વિક બજારમાં પણ કિંમતી ધાતુઓ દબાણ હેઠળ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું 0.43 ટકા ઘટીને 4,807 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 1.44 ટકાના ઘટાડા સાથે 78.885 ડોલર પર જોવા મળી હતી. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના એનાલિસ્ટ માનવ મોદીના જણાવ્યા અનુસાર, બજાર હાલ અત્યંત સાવધ છે. જ્યાં સુધી યુદ્ધવિરામ કે શાંતિ વાર્તા અંગે કોઈ સ્પષ્ટ ચિત્ર સામે નહીં આવે ત્યાં સુધી બજારમાં અસ્થિરતા જળવાઈ રહેશે. જોકે, ભાવમાં આ ઘટાડો લાંબા ગાળાના રોકાણકારો માટે ખરીદીની તક પણ બની શકે છે.

આ પણ વાંચોઃ સિવિલ સર્વિસ ડે: રાષ્ટ્રસેવા જ વિકસિત ભારતનો પાયો, PM મોદીએ સિવિલ સેવકોને પાઠવી શુભેચ્છા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code