Homeગુજરાતીબિહારઃ રેલવે સ્ટેશન ઉપર પડેલી ખાલી ટ્રેનમાં લાગી આગ, મોટી દૂર્ઘટના ટળી

બિહારઃ રેલવે સ્ટેશન ઉપર પડેલી ખાલી ટ્રેનમાં લાગી આગ, મોટી દૂર્ઘટના ટળી

  • પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર
  • પાણીનો મારો ચલાવીને આગ ઉપર મેળવ્યો કાબુ
  • આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી

નવી દિલ્હીઃ બિહારના એક રેલવે સ્ટેશન ઉપર ખાલી પડેલી એક ટ્રેનમાં અચાનક આગ લાગી હતી અને ગણતરીની મીનિટોમાં આગની લપેટમાં પાંચ જેટલા ડબ્બા આવી ગયા હતા. આ બનાવને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. તેમજ ટ્રેનમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના મધુબની રેલવે સ્ટેશન ઉપર શનિવારે એક ખાલી ટ્રેનના પાંચ ડબ્બામાં આગ લાગી હતી. આ ઘટનામાં જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્ર સેનાની એક્સપ્રેસમાં સર્જાઈ હતી. ટ્રેનના ડબ્બામાં લાગેલી આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી જોવા મળી હતી. આગને પગલે રેલવે સ્ટેશન ઉપર ઉપસ્થિત લોકોમાં ભય ફેલાયો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ ફાયરબ્રિગેડની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જો કે, સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img