1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરના ખીજડિયા અભ્યારણમાં પક્ષીઓની વસતી ગણતરી, એક લાખથી વધુ પક્ષીઓ નોંધાયાં
જામનગરના ખીજડિયા અભ્યારણમાં પક્ષીઓની વસતી ગણતરી, એક લાખથી વધુ પક્ષીઓ નોંધાયાં

જામનગરના ખીજડિયા અભ્યારણમાં પક્ષીઓની વસતી ગણતરી, એક લાખથી વધુ પક્ષીઓ નોંધાયાં

0
Social Share

જામનગરઃ શહેર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભ્યારણને પક્ષીઓ માટે સ્વર્ગ માનવામાં આવે છે. શિયાળામાં દેશ-વિદેશના અનેક પક્ષીઓ અંહીના મહેમાન બને છે. તો દર વર્ષે પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. આ વખતે કરાયેલી પક્ષી  ગણતરીમાં કુલ 276 પ્રકારના પક્ષીઓ જેની કુલ સંખ્યામાં 1,04,096 પક્ષીઓ નોંધાયાં હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરથી આશરે 15 કિમીના અંતરે આવેલુ ખીજડિયા પક્ષી અભ્યારણ આવેલુ છે. દર વર્ષે અંહી આવતા પક્ષીની ગણતરી કરવામાં આવે છે. આ વર્ષે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જામનગર મરીન નેશનલપાર્ક , જામનગર વનવિભાગ નોર્મલ, દેવભૂમી દ્વારકા સામાજીક વનીકરણના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વનપાલ, વન રક્ષક સહાયક તથા ગાઈડ સાથે મળી આશરે 30 લોકો દ્વારા ખીજડિયા પક્ષી અભયારણ્યમાં પક્ષી ગણતરીની કામગીરી પૂર્ણ કરી.

ખીજડિયામાં પક્ષીઓને નજીકથી નિહાળી શકાય છે. અને વિવિધ પ્રકારના પક્ષીઓ માટેની અનુકુળતા રહેલી છે. અંહી યુરોપ, રશિયા, સાઈબીરીયા સહિતના પ્રદેશમાંથી દુર-દુરથી પક્ષીઓ અંહી શિયાળા દરમિયાન આવતા હોય છે. કોરોના કારણે લાંબા સમય સુધી લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહ્યો હતો. વિદેશની સાથે અન્ય રાજયોમાંથી દેશના વિવિધ પ્રાંતમાંથી અંહી પક્ષીઓ મહેમાન બનતા હોય છે. ખીજડીયા પક્ષી અભ્યારણ બે પાર્ટમાં આવેલુ છે. ખીજડીયા પક્ષી અભ્યારણમાં મીઠા વરસાદી પાણીની નદીના પાણી, તળાવ આવેલુ છે. તેમજ ખારા પાણીના કયારા આવેલા છે. સાથે વૃક્ષો, પક્ષીઓને અનુકુળ આશ્રય સ્થાનો, વાતાવારણ, પુરતો ખોરાક મળી રહે તેવી પ્રતિકુળુતા છે. તેમજ મરીન નેશનલ પાર્ક દ્વારા પક્ષીઓના રક્ષણ માટે સ્થાનિક ટીમ સક્રિય રહે છે. આવા અનેક કારણોથી પક્ષીઓ માટે ખીજડીયા પક્ષી અભ્યારણ સ્વર્ગ બન્યુ છે. પક્ષીઓની ગણતરી માટે સવાર અને સાંજનો સમય પસંદ કરવામાં આવ્યા હતો.  જેમાં ટીમની પણ પસંદગી વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને ગણતરી કરવામાં આવી હતી. જે પક્ષીઓમાં રૂચિ રસ ધરવાતા હોય, તેમની ઓળખ, પ્રકાર, સંખ્યા સહિતની વિગતોને જીવણવટપુર્વક તૈયાર કરવામાં આવી છે. જેમા અનુભવી સભ્યોએ ટીમવર્ક કરીને આ કામગીરી કરી હતી.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુબાલી પેણ(પેલીકન), નાની ડુબકી, કાજીયો, બગલો, પીળી ચાંચ ઢોંક, નાની કાંકણસાર, ધોળી કાંકણસાર, ચમચો(સ્પુનબીલ), મોટો હંસ(ફેલેમીંગો), નાનો હંસ, ગાજહંસ, નાની સીસોટીબતક, નકટો, લુહાર, પીયાસણ, ટીલાવાળી બતક, ગયણો, સિંગપર, નાની મુરધાબી, રાખોડી કરચિયો, કરકરો, કુંજ, નીલ જલમુરધો, ભગતડું, કાળી પૂંછ ગડેરો, તુતવારી, નાનો કિચડીયો, ટીલોયો, ઉલ્ટીચાંચ, ટીટોડી, વા ધોમડી, તેતર, નાનો પતરંગો, મોટો અબાબીલ, ગુલાબી વૈયુ, કાબર, બબુના, ટપુશિયું, સહીતના અલગ-અલગ પ્રકારના 276 પ્રજાતિના પક્ષીઓ આ વખતે પક્ષી ગણતરી દરમિયાન નોંધાયા છે. એક જ સ્થળ પર એક સાથે મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓને સમુહો અંહી વસવાટ કરે છે. જે માટે થોડા સમય પહેલા ખીજડીયાને રામપર સાઈડ જાહેર કરવામાં આવી છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code