1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાહુલ ગાંધીને પોસ્ટરમાં વિકૃત દર્શાવીને ભાજપે પોતાના સંસ્કારોનું પ્રદર્શન કર્યુ છેઃ કોંગ્રેસ
રાહુલ ગાંધીને પોસ્ટરમાં વિકૃત દર્શાવીને ભાજપે પોતાના સંસ્કારોનું પ્રદર્શન કર્યુ છેઃ કોંગ્રેસ

રાહુલ ગાંધીને પોસ્ટરમાં વિકૃત દર્શાવીને ભાજપે પોતાના સંસ્કારોનું પ્રદર્શન કર્યુ છેઃ કોંગ્રેસ

0
Social Share

અમદાવાદઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને પોસ્ટરમાં વિકૃત દર્શાવીને ભાજપએ પોતાની હિંસક માનસિકતા અને સંસ્કારોનું પ્રદર્શન કર્યું છે. ભાજપના હીન કૃત્ય સામે કોંગ્રેસ દ્વારા અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બનર્સ અને પ્લેકાર્ડ સાથે ભાજપ વિરોધમાં સૂત્રો પોકાર્યા હતા.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું વિકૃત પોસ્ટર બનાવી અપપ્રચાર કરવા બદલ અને ભાજપની વિકૃત માનસિકતાને ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલના આદેશ મુજબ શહેરના કોચરબ આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ 4 હજાર કિમીની પદયાત્રા કરી “નફરત છોડો ભારત જોડો” ના સુંદર વિચાર સાથે ભારતને જોડવા પ્રયાસ કર્યો તેની વિરુદ્ધ આ પ્રકારના કુપ્રચારથી ભાજપે પોતાના સંસ્કારો છતા કર્યા છે. અમારો વિરોધ વ્યક્તિ માટે નહીં પણ ભાજપની વિચારધારા સામે છે. દેશવ્યાપી INDIA ગઠબંધન અને “જુડેગા ભારત જીતેગા ઈન્ડિયા” નારાથી ભાજપ ડરી ગઈ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સફાયો થવાનો છે ત્યારે નવો વિવાદ કરવા ભાજપ આવી હરકતો કરી રહી છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના સત્તાવાર હેન્ડલ પર રાહુલ ગાંધીજીને જાણી જોઈને વિકૃત માનસિકતાથી પોસ્ટરમાં રજુ કરવાનો અસલી ઈરાદો શું હતો? ભાજપની નીતિ-રીતિ અને નિયત ભાગલા પાડો નફરત ફેલાવો અને રાજ કરોની રહી છે. ત્યારે કોંગ્રેસના સાંસદ અને પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સામે હિંસા ભડકાવવા અને ઉશ્કેરવાનો ઇરાદો હોય તેમ સ્પષ્ટ જણાય છે. દેશમાં ભાગલા પાડવા માંગતી શક્તિઓ વિરૂધ્ધ રાહુલના પિતા સ્વ. રાજીવ ગાંધી અને દાદી સ્વ. ઈન્દિરાજીએ ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાની જાન ન્યોછાવર કરી હતી. ભાજપ પેથોલોજીકલ જૂઠ્ઠાણા અને નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય રહી છે તેનો આ પુરાવો છે.  વર્ષ 1945માં પણ કાર્ટૂન અગ્રણી મેગેઝીનમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીને પણ આવી જ વિકૃત રીતે દર્શાવાયા હતા. કે જેના સંપાદક નાથુરામ ગોડસે હતા. પૂજ્ય મહાત્મા ગાંધી અને કોંગ્રેસ હંમેશા ભાજપ-આર.એસ.એસ.ના નિશાના પર રહ્યા છે, પરંતુ તેઓ ન તો ત્યારે ડરતા હતા, ન આજે ડરતા હતા અને ન તો ભવિષ્યમાં ડરવાના છીએ.

કોચરબ આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ઉપપ્રમુખ બીમલ શાહ,  અશોક પંજાબી, એ.આઈ.સી.સી. સહમંત્રી લાલાભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી બળદેવ લુણી,  રાજુભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તા પ્રગતિ આહિર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ.સી. સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતા શેહઝાદખાન પઠાણ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. ના કાર્યકર્તા-આગેવાનઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપની હિંસક માનસિકતા સામે આક્રમક દેખાવો કર્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ બાદ કાર્યકરો અને આગેવાનોની અટકાયત થઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code