
ગુજરાત-હિમાચલ અને દિલ્હી MCDમાં BJP ની જીત થશે :અનુરાગ ઠાકુર
દિલ્હી:કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીમાં યોજાનારી એમસીડી ચૂંટણીને લઈને હિસારમાં કહ્યું કે, એમસીડી ચૂંટણી, ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ત્રણેય જગ્યાએ કમળ ખીલશે.ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપ ફરી સરકાર બનાવશે અને MCDમાં પણ ભાજપની સરકાર બનશે.
દિલ્હીમાં નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે કડક સુરક્ષા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે.બપોરે 12 વાગ્યા સુધી 18 ટકા મતદાન થયું છે.આ ચૂંટણીમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી (BJP), આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના 250 વોર્ડની ચૂંટણીમાં 1.45 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે, જેના પરિણામો રાષ્ટ્રીય રાજધાનીની બહાર પણ અસર કરી શકે છે.મતદાન સવારે 8 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 5.30 વાગ્યે સમાપ્ત થશે.
આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે,દિલ્હીના 250 વોર્ડમાં બપોરે 12 વાગ્યા સુધી લગભગ 18 ટકા મતદાન થયું છે.તમામ વોર્ડમાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.અત્યાર સુધી કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી.પ્રારંભિક મતદારોમાં 106 વર્ષીય શાંતિ બાલા હતી, જે પોલીસકર્મીઓ અને તેના પરિવારના સભ્યોની મદદથી બાડા હિન્દુ રાવ વિસ્તારના ડેપ્યુટીગંજ મતદાન મથકે પહોંચી હતી.AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે રવિવારે લોકોને MCDમાં પ્રામાણિક અને વધુ સારા શાસન માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.