1. Home
  2. ગુજરાતી
  3. Bollywood : દિશા પાટણીનો 29 મો જન્મદિવસ, ફિલ્મ જગતમાં આ રીતે કરી હતી એન્ટ્રી
Bollywood : દિશા પાટણીનો 29 મો જન્મદિવસ, ફિલ્મ જગતમાં આ રીતે કરી હતી એન્ટ્રી

Bollywood : દિશા પાટણીનો 29 મો જન્મદિવસ, ફિલ્મ જગતમાં આ રીતે કરી હતી એન્ટ્રી

0
Social Share
  • દિશા પાટણીનો આજે 29 મો જન્મદિવસ
  • MS ધોનીથી ફિલ્મમાં કરી હતી એન્ટ્રી
  • ટૂંક સમયમાં મેળવી સફળતા

મુંબઈ : બોલિવુડની સુપર હોટ એક્ટ્રેસ દિશા પાટણી આજે તેનો 29 મો જન્મદિવસ મનાવી રહી છે. દિશાનો જન્મ 13 જૂન 1992 માં બરેલીમાં થયો હતો. દિશાએ બોલિવુડમાં પ્રવેશતાની સાથે જ બધાનું દિલ જીતી લીધું હતું. તે ચોકલેટ કેડબરી સિલ્કના એડથી નેશનલ ક્રશ બની ગઈ હતી.

દિશા પાટણીએ પોતાના કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ લોફરથી કરી હતી. આ ફિલ્મમાં દિશાની સાથે વરુણ તેજ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ પછી દિશાએ એમએસ ધોનીની બાયોપિક ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી મારી હતી. દિશા આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતની સામે જોવા મળી હતી. દિશાએ આ ફિલ્મ પછી ક્યારેય પાછું વળીને જોયું નહીં

દિશા એક અભિનેત્રી તો છે જ સાથે તે એક એપ ડેવલપર પણ છે. તેણે એક એપ વિકસાવી છે, જેના દ્વારા તે તેના ફેંસ સાથે જોડાયેલી રહે છે. આ એપ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે.ફિલ્મોની વાતે કરીએ તો દિશા બાગી 3, મલંગ, ભારત, રાધે સહિત અનેક સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે. એટલું જ નહીં, તે ચીની કોમેડી-એક્શન ફિલ્મ કુંગ ફુ યોગામાં જેકી ચેન સાથે જોવા મળી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code