નવી દિલ્હી, 06 નવેમ્બર 2026: આજે દેશભરમાં અને વિશ્વભરમાં ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. તે સંપત્તિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ અવસરે ભગવાન ધન્વંતરિ, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ધનતેરસના શુભ મુહૂર્ત દરમિયાન વિધિ-વિધાન કરવાથી અને ખરીદી કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
આ અવસરે સોનું, ચાંદી, વાસણો, વાહનો અને અન્ય નવી વસ્તુઓ ખરીદવાની જૂની પરંપરા છે.
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ધનતેરસના અવસરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પરની પોતાની પોસ્ટમાં તેમણે એવી કામના વ્યક્ત કરી છે કે, ભગવાન ધન્વંતરિના આશીર્વાદથી દરેકનું જીવન સુખ, ઉત્તમ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને કલ્યાણથી ભરાઈ રહે. તેમણે તમામ નાગરિકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભકામનાઓ પાઠવી છે.
વધુ વાંચો: ધનતેરસ પર PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ: ભગવાન ધન્વંતરિનો શ્લોક શૅર કર્યો








