1. Home
  2. Agency
  3. News
  4. બ્રેકિંગઃ અયોધ્યા રામ મંદિર પરિસરમાં એક કાશ્મીરીએ નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો
બ્રેકિંગઃ અયોધ્યા રામ મંદિર પરિસરમાં એક કાશ્મીરીએ નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો

બ્રેકિંગઃ અયોધ્યા રામ મંદિર પરિસરમાં એક કાશ્મીરીએ નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો

0
Social Share

અયોધ્યા, 10 જાન્યુઆરી, 2026 – A Kashmiri tried to offer namaz inside the Ayodhya Ram temple premises અયોધ્યા રામ મંદિર પરિસરમાં આજે 10 જાન્યુઆરીને શનિવારે અસાધારણ ઘટના બની હતી. કાશ્મીરથી આવેલા એક મુસ્લિમે રામ મંદિર પરિસરમાં નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેનો આ ઘૃણાસ્પદ પ્રયાસ તત્કાળ ધ્યાનમાં આવી જતા સુરક્ષા દળોએ તેની ધરપકડ કરી લીધી હતી.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત ભવ્ય રામ મંદિર પરિસરમાંથી સુરક્ષા એજન્સીઓએ એક યુવકની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, આ યુવક મંદિર પરિસરની અંદર નમાઝ પઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલો ઈસમ જમ્મુ-કાશ્મીરનો રહેવાસી છે. પ્રાથમિક માહિતી મુજબ તેનું નામ અહમદ શેખ છે.

Ram lalaa Mandir માં ઘૂસેલો અબુ અહમદ શેખ
Ram lalaa Mandir માં ઘૂસેલો અબુ અહમદ શેખ

શું છે ઘટના?

ઘટના રામ મંદિરના દક્ષિણ પરકોટા પાસે બની હતી. શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે આ ઈસમે અચાનક નમાઝ પઢવાનું શરૂ કર્યું હતું. ત્યાં હાજર કેટલાક અન્ય શ્રદ્ધાળુઓની નજર તેના પર પડતા તેમણે તાત્કાલિક સુરક્ષાકર્મીઓને જાણ કરી હતી. જ્યારે સુરક્ષા દળોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તે એક વિશેષ સમુદાયના નારા લગાવવા લાગ્યો હતો, જેના કારણે પરિસરમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષાબળોએ ત્વરિત કાર્યવાહી કરીને ઈસમને ઝડપી લીધો હતો અને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા.

તપાસ અને પૂછપરછ

હાલમાં ઉત્તર પ્રદેશ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ગુપ્તચર એજન્સીઓ (IB અને અન્ય શાખાઓ) આ શખ્સની સઘન પૂછપરછ કરી રહી છે. તપાસનો મુખ્ય વિષય એ છે કે આ ઈસમ એકલો જ આવ્યો હતો કે તેની સાથે અન્ય કોઈ પણ સામેલ છે. તે રામ મંદિર જેવી અત્યંત સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારે નમાઝ પઢીને કોઈ મોટું ષડયંત્ર રચવા માંગતો હતો કે કેમ, તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ઈરાનમાં વિરોધની ચરમસીમાઃ મહિલાઓએ ખામેનીના બળતા પોસ્ટરથી સિગારેટ સળગાવી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code