1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત પોલીસે ભાજપનો ખેસ પહેરવાનું જ બાકી રાખ્યુ છે, કોંગ્રેસની ચૂંટણી પંચને રજુઆત
ગુજરાત પોલીસે ભાજપનો ખેસ પહેરવાનું જ બાકી રાખ્યુ છે, કોંગ્રેસની ચૂંટણી પંચને રજુઆત

ગુજરાત પોલીસે ભાજપનો ખેસ પહેરવાનું જ બાકી રાખ્યુ છે, કોંગ્રેસની ચૂંટણી પંચને રજુઆત

0
Social Share

અમદાવાદ, 24 એપ્રિલ 2026: Gujarat Police has only left to wear BJP’s sash: Congress  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોલીસ ભાજપના એજન્ટ બનીને કામ કરતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય ચુંટણી પંચને પત્ર લખ્યો છે. ચાવડાએ એવો આક્ષેપ કર્યો હતો કે, પોલીસે ભાજપનો ખેસ પહેરાવું જ બાકી રાખ્યું છે. પોલીસ કોંગ્રેસના ઉમેદવારને હેરાન કરતી હોવાની ફરિયાદ કોંગ્રેસે ચૂંટણી પંચની કરી છે. પત્રની નકલ રાજ્ય પોલીસ વડા અને અમદાવાદ પોલીસ કમિશનરને મોકલવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોલીસની ભૂમિકા ઉપર ઉભા થયેલા સવાલોના જવાબ રાજ્યના પોલીસ વડાએ આપ્યા છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ચૂંટણી પંચને ગુજરાત પોલીસ અંગે આક્ષેપો કરતા કહ્યું કે, પોલીસ સત્તાધારી પક્ષનો હાથો બનીને કામ કરે છે. કોંગ્રેસના ઉમેદવારોને કારણ વિના પોલીસ સ્ટેશન બેસાડી રાખવામાં આવે છે. ફરિયાદ કે અરજી વિના પોલીસ સ્ટેશન બોલાવી પ્રતાડીત કરવામાં આવે છે. અમદાવાદ પોલીસે ભાજપનો યુનિફોર્મ પહેરવાનો બાકી રાખ્યો છે.

ચાવડાએ ચૂંટણી પંચને પત્રમાં લખ્યું કે, સત્તાધારી પક્ષ હાર ભાળી ગયો હોવાથી કોંગ્રેસના ઉમેદવારને ડરાવી ધમકાવીને માનસિક રીતે હેરાન કરે છે. પોલીસ કોંગ્રેસોનાં ઉમેદાવારનો સમય બગાડી રહી છે. સરકારી કર્મચારી રાજકીય પક્ષના કાર્યકર તરીકે કાર્ય કરી રહ્યા છે. બંધારણમાં ભયમુક્ત પ્રચાર કરવાનો ઉમેદવારને હક છે. નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવું વાતાવરણ બનાવવાની જવાબદારી ચૂંટણી પંચની છે. કોંગ્રેસની અનેક રજુઆત છતાં હજુ કોઇ કાર્યવાહી થઈ નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code