1. Home
  2. Agency
  3. News
  4. રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા
રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા

રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા

0
Social Share

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026: રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાઈ ગયા છે. તે સાથે આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના રાજ્યસભાના ત્રણ સાંસદો આજે શુક્રવારે (24 એપ્રિલ, 2026) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ ગયા છે. આ પહેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી.

સંદીપ પાઠક અને અશોક મિત્તલની સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, “અમે એવો નિર્ણય લીધો છે કે રાજ્યસભામાં AAP ના બે તૃતીયાંશ સભ્યો હોવાના નાતે, અમે ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને પોતાને ભાજપમાં ભેળવી દઈશું.”

આ પણ વાંચોઃ રાધવ ચઢ્ઢા સહિતના સાત સાંસદોએ જનતાનો ભરોસો તોડ્યોઃ સંજ્યસિંહ

નિતિન નવીનની હાજરીમાં ભાજપમાં સામેલ થયા સાંસદો

રાઘવ ચઢ્ઢા સહિત આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા આ ત્રણે નેતા દિલ્હીસ્થિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનના કાર્યાલયમાં તેમની મુલાકાત લીધી અને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું.

Raghav Chadha, Sandeep Pathak and Ashok Mittal join BJP
Raghav Chadha, Sandeep Pathak and Ashok Mittal join BJP

આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો

આ અગાઉ રાઘવ ચઢ્ઢાએ જાહેરાત કરી હતી કે તેઓ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદોમાંથી બે તૃતીયાંશ સાંસદો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આ પગલાને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ ઘટનાક્રમ પાર્ટીની અંદર રાઘવ ચઢ્ઢાનું કદ ઘટાડવાના અહેવાલોના થોડા અઠવાડિયા બાદ જ સામે આવ્યો છે.

શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ચઢ્ઢાએ કહ્યું, “અમે નિર્ણય લીધો છે કે રાજ્યસભામાં AAPના બે તૃતીયાંશ સભ્યો તરીકે અમે ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને પોતાને ભાજપમાં વિલીન કરી દઈશું.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code