Homeગુજરાતીગુજરાતગુજરાતમાં RTE હેઠળ 9709 ખાનગી સ્કૂલોમાં પ્રવેશ માટે 2.50 લાખ ફોર્મ ભરાયા

ગુજરાતમાં RTE હેઠળ 9709 ખાનગી સ્કૂલોમાં પ્રવેશ માટે 2.50 લાખ ફોર્મ ભરાયા

અમદાવાદ, 24 એપ્રિલ 2026: 2.50 lakh forms filled for admission under RTE  ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઓછી આવક ધરાવતા બાળકો ખાનગી શાળાઓમાં ભણી શકે તે માટે આરટીઆઈ (રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ) હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટેની રાજ્ય સરકારની કોમન પ્રક્રિયામાં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ફોર્મ ભરવાની મુદતમાં 6 દિવસ વધુ અપાયા બાદ ભરાયેલા કુલ ફોર્મ વધીને 2,49,946 થયા છે. આમ રાજ્યમાં આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં અઢી લાખ બાળકોને પ્રવેશ અપાશે.

ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે આર.ટી.ઈ.માં પ્રવેશ માટે ગત 4 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી હતી. પરંતુ હાલ ચૂંટણીને પગલે અધિકારીઓ ચૂંટણી કામગીરીમાં હોવાથી આવકના દાખલા સહિતના ડોક્યુમેન્ટમાં વાલીઓને મુશ્કેલી ઉભી થતા ફોર્મ ભરવાની મુદત લંબાવવા માંગ કરાઈ હતી. જેને પગલે સરકારે ફોર્મ ભરવાની મુદત 6 દિવસ વધારીને 23 એપ્રિલ સુધી કરી હતી, જે ગઈકાલે પૂર્ણ થઈ ગઈ છે. જેમાં  કુલ મળીને 2,49,946 વાલીના ઓનલાઈન ફોર્મ સબમીટ થયા છે. આ વર્ષે રાજ્યમાં 9709 ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો મુજબ ઉપલબ્ધ અંદાજિત બેઠકોની સંખ્યા 84,228 છે. જેમાં ગુજરાતી માધ્યમમાં 41,411, અંગ્રેજી માધ્યમમાં 40,262 અને હિન્દી માધ્યમમાં 2,235 તથા અન્ય માધ્યમમાં 320 બેઠકો છે. બે પાળીમાં ચાલતી 56 સ્કૂલો છે.

અમદાવાદમાં આરટીઈ હેઠળ ખાનગી સ્કૂલોમાં 14,200 બેઠકો છે, જેના માટે 37,700 વાલીના ફોર્મ ભરાયા છે. ગત વર્ષે 93 હજારથી વધુ બેઠકો રાજ્યભરમાં હતી અને જેની સામે 2.39 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા. આમ બેઠકો ઘટવા સામે 11 હજાર વધુ ફોર્મ ભરાયા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img