1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઊનાના આપ’ના ઉમેદવાર પર કરાયો જીવલેણ હુમલો, ફાયરિંગ કરાયાની આશંકા
ઊનાના આપ’ના ઉમેદવાર પર કરાયો જીવલેણ હુમલો, ફાયરિંગ કરાયાની આશંકા

ઊનાના આપ’ના ઉમેદવાર પર કરાયો જીવલેણ હુમલો, ફાયરિંગ કરાયાની આશંકા

0
Social Share

ઊના, 24 એપ્રિલ 2026AAP candidate fatally attacked શહેરના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5 અને 7 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને જાણીતા એડવોકેટ અજયભાઈ બાંભણિયા પર ગઈ રાત્રે જીવલેણ હુમલો થતા ચકચાર મચી ગઈ છે. અજયભાઈના કહેવા મૂજબ બે અજાણ્યા શખસોએ તેમના પર ફાયરીંગ કર્યું છે. જો કે પોલીસે ફાયરીંગની ઘટના નકારી સમગ્ર ઘટના માટે FSLને બોલાવીને વધુ તપાસ કરી રહી છે.

ઊના શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ત્યારે આમ આદમીના ઉમેદવાર અજ્યભાઈ બાભણિયા પર જીલવેણ હુમલો થતાં રાજકીય માહોલ ગરમાયો છે. આ અંગે આપના ઉમેદવાર અજય બાંભણીયાના કહેવા મુજબ  તેઓ રાત્રે અંદાજે 10 વાગ્યાના અરસામાં પોતાની કારમાં તપોવન પાટીયા નજીકથી પસાર થતા હતા ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ તેમની કારને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ પણ કર્યું હતું. જોકે, પોલીસે પ્રાથમિક તપાસમાં ફાયરિંગની ઘટનાને નકારી છે.

બાભણિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ બનેલી ઘટના અંગે રજૂઆત કરતી વખતે જ અચાનક ઢળી પડ્યા હતા. ગંભીર પરિસ્થિતિ જોતા પોલીસે તાત્કાલિક તેમને ઊનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, હુમલા દરમિયાન કારનો કાચ વાગવાથી તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અજયભાઈએ આક્ષેપ કર્યો હતો કે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જોકે, પોલીસ આ મામલે અત્યંત સાવચેતીપૂર્વક તપાસ કરી રહી છે. હાલ પોલીસ દ્વારા ફાયરિંગની ઘટનાનું સમર્થન કરવામાં આવ્યું નથી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તપોવન પાટિયા નજીક ઘટના સ્થળે તપાસ શરૂ કરી છે. પોલીસે FSLની ટીમ પણ બોલાવી છે. આ સાથે હોસ્પિટલ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

આ હુમલાના સમાચાર વાયુવેગે ઉના શહેરમાં ફેલાઈ જતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટીના અન્ય ઉમેદવારો અને સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. ચૂંટણીને બે દિવસ બાકી છે ત્યારે ઉમેદવાર પર થયેલા આ હુમલાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જો કે આ હુમલો કોણે અને શા માટે કર્યો? આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code