1. Home
  2. ગુજરાતી
  3. બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટમાં અત્યાર સુધીમાં 14ના મોત, ક્રિસમસ બાદ લાગી શકે છે આકરા પ્રતિબંધ
બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટમાં અત્યાર સુધીમાં 14ના મોત, ક્રિસમસ બાદ લાગી શકે છે આકરા પ્રતિબંધ

બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટમાં અત્યાર સુધીમાં 14ના મોત, ક્રિસમસ બાદ લાગી શકે છે આકરા પ્રતિબંધ

0
Social Share
  • હોસ્પિટલોમાં 129 દર્દીઓ સારવાર હેઠળ
  • કોરોનાની ત્રીજી લહેરની દસ્તકની અકટળો
  • કોરોનાના કેસ વધતા તંત્ર ચિંતિત

દિલ્હીઃ અમેરિકા અને બ્રિટનમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બ્રિટેનમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનમાં લગભગ 14 વ્યક્તિઓના મોત થયાં છે. તેમજ આગામી દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થવાની શયકતાઓ જેવા મળી રહી છે.

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. ભારતમાં લગભગ 12 જેટલા રાજ્યોમાં કોરોનાનાએ દસ્તક દીધી છે. બીજી તરફ અમેરિકા અને બ્રિટેન સહિતના દેશોમાં મોટી સંખ્યામાં કોરોનાના વાયરસ અને ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેથી કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દીધી હોવાનું મનાઈ રહ્યું છે. બ્રિટેનમાં ઓમિક્રોન પીડિત 129 દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયાં છે. તેમ બ્રિટેનના આરોગ્ય રાજ્ય મંત્રી ગિલિયાન કીગનએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો આવી જ રીતે પોઝિટિવ કેસ સતત વધતા રહેશે તો ફરી એકવાર સરકારે કોરોનાને લઈને આકરા પ્રતિબંધ લગાવવા પડશે. જો કે, તાજેતરમાં જ વડાપ્રધાન બોરિસ જોનસનએ કહ્યું હતું કે, આ ક્રિસમિસ પહેલા કોઈ પણ પ્રકારના પ્રતિબંધ અંગે વિચારી શકાય નહીં. પરિસ્થિતિ ચિંતાજનક છે પરંતુ ક્રિસમસના તહેવાર બાદ સરકાર દ્વારા જરૂરી પગલા લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયાના લગભગ 87 જેટલા દેશોમાં કોરોનાનો ઓમિક્રોન પહોંચી ચુક્યો છે. ઓમિક્રોનના કેસ વધતા દુનિયાના વિવિધ દેશોમાં ભય ફેલાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code