1. Home
  2. ગુજરાતી
  3. માર્ચ મહિનાથી 3 લાખ ખાતાધારકોના બેન્ક IFSC કોડ બદલાઇ જશે
માર્ચ મહિનાથી 3 લાખ ખાતાધારકોના બેન્ક IFSC કોડ બદલાઇ જશે

માર્ચ મહિનાથી 3 લાખ ખાતાધારકોના બેન્ક IFSC કોડ બદલાઇ જશે

0
  • બેંકના ગ્રાહકો માટે અગત્યના સમાચાર
  • વિજયા બેંક અને દેના બેંક શાખાઓના IFSC કોડ 1 માર્ચથી બદલાઇ જશે
  • આવી સ્થિતિમાં, આ બેંકોના ખાતાધારકોના નંબર, પાસબૂક તેમજ ચેક પણ બદલાયા છે

નવી દિલ્હી: બેંકના ગ્રાહકો માટે એક અગત્યના સમાચાર છે. વિજયા બેંક તેમજ દેના બેંક શાખાઓના IFSC કોડ 1 માર્ચથી બદલાઇ જશે. આ બંને બેંકોનો બેંક ઓફ બરોડામાં વિલય થયો છે. આવી સ્થિતિમાં, આ બેંકોના ખાતાધારકોના નંબર, પાસબૂક તેમજ ચેક પણ બદલાયા છે. તેનાથી અંદાજે 3 લાખ ખાતાધારકોને અસર થશે. હાલમાં, આ શાખાઓના IFSC કોડ ફેબ્રુઆરીના અંત સુધીમાં કાર્ય કરશે. બેંક SMS દ્વારા આ અંગે તેના તમામ ગ્રાહકોને માહિતી આપી રહી છે.

જો કે વિજયા અને દેના બેંકનું બેન્ક ઓફ બરોડામાં વિલય થયો, ગોરખપુર વિસ્તારનાં 7 તાલુકામાં આ બેંકોની લગભગ 17 શાખાઓ છે, આ શાખાઓ ફિનાયકલ-7 નામનું સોફ્ટવેર પર કામ કરતી હતી, બેંક ઓફ ઇન્ડિયામાં વિલય બાદ હવે આ બેંક ફિનાયકલ-10 સોફ્ટવેર પર કામ કરવા લાગ્યું છે. ત્યારબાદ બેંક ઓફ બરોડાનાં અધિકારીઓ વિજયા અને દેના બેંકની શાખાઓનાં IFSC કોડમાં ફેરફાર કરવામાં કાર્યરત છે. આ પહેલાં બેંકે તેના તમામ ખાતાધારકોને આ અંગે માહિતી આપી છે.

નોંધનીય છે કે બેંક ઓફ બરોડા ગોરખપુર ક્ષેત્રના જુદા જુદા જીલ્લામાં સ્થિત વિજયા અને દેના બેંકની શાખાઓનાં IFSC કોડ 1 માર્ચથી બદલાશે. આવી સ્થિતિમાં, આ શાખાઓનાં એકાઉન્ટ ધારકોએ તેમની ચૂકવણી કરતી સંસ્થાઓને નવા IFSC કોડ વિશે માહિતી આપીને તેને ફિડ કરાવી લે. જેથી કોઇપણ પ્રકારની સમસ્યાનું સર્જન ના થાય.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.