Homeગુજરાતીસમગ્ર વિશ્વમાં સેમીકન્ડક્ટરની ભારે અછત, ભારતમાં 7 લાખ કારોની ડિલિવરી અટકી

સમગ્ર વિશ્વમાં સેમીકન્ડક્ટરની ભારે અછત, ભારતમાં 7 લાખ કારોની ડિલિવરી અટકી

નવી દિલ્હી: કોરોના કાળમાંથી હજુ પણ દેશના કેટલાક સ્તરો હજુ પણ બેઠા થઇ શક્યા નથી. કેટલાક સેક્ટરો હજુ પણ અનેક પ્રકારના પડકારો અને સ્થાનિક તેમજ વૈશ્વિક સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે. વર્ષ 2021ની દિવાળી દરમિયાન પણ આ સેક્ટરને માર પડ્યો છે. ભારતીય ઓટોમોબાઇલ સેક્ટર હજુ પણ આ મારમાંથી ઉભુ થવામાં અસમર્થ સાબિત થયું છે.

ઓટોમોબાઇલ સેક્ટરમાં જોવા મળી રહેલી મંદીનું એક કારણ ભારત અને વિશ્વભરમાં સર્જાયેલી ચિપની અછત છે. એક અહેવાલ અનુસાર ભારતમાં અંદાજે 7 લાખથી વધુ કારની ડિલિવરી આ એકમાત્ર નાની ચિપની અછતને કારણે જ અટકી પડી છે અને નજીકના ભાવિમાં પણ આ અછત દૂર થાય તેવા કોઇ એંધાણ મળી રહ્યા નથી.

રિપોર્ટનું માનીએ તો, મોટા ભાગના ગ્રાહકો પોતાના વાહનોની ડિલિવરી માટે આતુરતાથી પ્રતિક્ષા કરી રહ્યા છે. મારુતિ, તાતા મોટર્સ અને મહિન્દ્રાના તો 1-1 લાખ લોકો કારની ડિલિવરી માટે વેઇટિંગ લિસ્ટમાં છે. કિયા મોટર્સના 75 હજાર ગ્રાહકો વેઇટિંગ લિસ્ટમાં છે, જો કે કંપનીઓ ચિપની અછતને કારણે ગ્રાહકોને કાર આપવા માટે અસમર્થ છે.

સમગ્ર વિશ્વ અત્યારે સેમિકન્ડક્ટરની ભારે અછતનો સામનો કરી રહ્યું છે અને તેને કારણે 170 જેટલા ઉદ્યોગો પણ મહામુસીબતમાંથી પસાર થઇ રહ્યા છે.

સેમિકન્ડક્ટરની અછત એ હદે છે કે તેને કારણે ઓટો ઉદ્યોગને આ વર્ષે અંદાજે 150 લાખ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાની નોબત આવી છે. ચિપના અભાવે ઘણા દેશોની અર્થવ્યવસ્થાઓ પણ ધ્વસ્ત થઇ ચૂકી છે.

ક્યાં થાય છે ઉપયોગ?

સેમી કન્ડક્ટરનો ઉપયોગ વાહનામાં એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ, એર બેગ્સ, બ્રેક સેન્સર, પાવર સ્ટીરયીંગ અને પાર્કિંગ કેમેરામાં થાય છે.

સંબંધિત લેખો

Most Popular