1. Home
  2. ગુજરાતી
  3. નબળા વૈશ્વિક સંકેતોથી સેન્સેક્સમાં કડાકો, નિફ્ટી પણ 18000થી નીચે

નબળા વૈશ્વિક સંકેતોથી સેન્સેક્સમાં કડાકો, નિફ્ટી પણ 18000થી નીચે

0
Social Share
  • શેરબજારમાં સેન્સેક્સમાં 400 પોઇન્ટનો કડાકો
  • નિફ્ટી પણ 18000થી નીચે સરક્યો
  • નિફ્ટી પર PSU બેંક ઇન્ડેક્સ 1 ટકા તૂટ્યો

મુંબઇ: વૈશ્વિક સ્તરે નબળા સંકેતો મળી રહ્યા છે જેને કારણે કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં 400 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો જ્યારે નિફ્ટી પણ 18000 નીચે આવી ગયો છે. બેંક અને ફાઇનાન્સિયલ શેર્સમાં પ્રોફિટ બૂકિંગ છે. નિફ્ટી પર PSU બેંક ઇન્ડેક્સ 1 ટકા તૂટ્યો છે. રિયલ્ટી ઇન્ડેક્સ પણ 1 ટકા નીચે છે.

સેન્સેક્સના પ્રમુખ શેર્સ પર નજર કરીએ તો તેમાં 30માંથી 27 શેર્સ લાલ નિશાનમાં છે. આજના ટોપ લૂઝર્સમાં HDFC, KOTAK BANK, TATA STEEL, HINDUNIL VR, INFOSYS જેવા શેર્સ છે. આઇટી, મેટલ, ફાર્મ અને FMCG ઇન્ડેક્સ પણ લાલ નિશાનમાં છે.

યુએસના મુખ્ય બજારોએ પણ 8 દિવસથી ચાલી રહેલા સતત ઉછાળા પર બ્રેક લગાવી દીધી છે. ડાઉ જોન્સમાં 112 પોઇન્ટની નબળાઇ જોવા મળી હતી અને તે 36,320 ના સ્તર પર બંધ થયો હતો. S & P 500 અને Nasdaqમાં પણ નબળાઇ જોવા મળી હી. એશિયન માર્કેટમાં વેચવાલીનો માહોલ છે.

આ બધા વચ્ચે આજે NyKaaનું શેરબજારમાં દમદાર લિસ્ટિંગ થયું છે. આ ઇશ્યુ લગભગ 82 ગણો ભરવામાં આવ્યો હતો. બીજી તરફ આજે લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનો રૂ. 600 કરોડનો IPO આજે ખુલ્યો છે.

આજે 10 નવેમ્બરે કેટલીક કંપનીઓ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે તેમના પરિણામો રજૂ કરવા જઈ રહી છે. તેમાં BOB , India Cements, Oil India,, Zomato, Affle India, Berger Paints, Glenmark Life Sciences સમાવિષ્ટ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code