
કારની બેટરીનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો રાખશે રસ્તામાં
વાહન હવે સામાન્ય રીતે દરેક ધરમાં જોવા મળે છે. મોટરકાર પણ હવે મોટી સંખ્યામાં માર્ગો ઉપર જોવા મળે છે. કારમાં બેદરકારીને કારણે કોઈ સમસ્યા સર્જાય છે તેમાં વિવિધ પાર્ટસનો સમાવેશ થાય છે. આ પાર્ટસમાં બેટરીનો પણ સમાવેશ થાય છે. કારની બેટરી ખરાબ થાય તો અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે જેથી બેટરીનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને નિયમ સમયે તેને ચેક કરતા રહેવું જોઈએ. તેમજ યોગ્ય સમયે તેને બદલી નાખવી જોઈએ, જેથી કારને મોટા ખર્ચાથી બચાવી શકાય છે.
કારની બેટરી ખરાબ થતા પહેલા લાઈટ અને અન્ય ઉપકરણમાં પ્રકાશ ઓછો થવા લાગે છે. આપની મોટરકાર સ્ટાર્ટ થવામાં પણ સામાન્યથી વધારે અવાજ કરે તો બેટરી ખરાબ થઈ શકે છે. આ ઉપરાંત આપની મોટરકાર બેકફાયર કરે છે તો પણ બેટરી ખરાબ થયાનું સમજવું જોઈએ. બેટરીના ટર્મિનલ ઉપર કાટ દેખાય તો બેટરી બદલી નાખવી જોઈએ. જો મોટરકારની બેટરી સારી હશે તો કાર આપને રસ્તામાં પરેશાન નહીં કરે.