1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

શૈક્ષણિક કેલેન્ડરઃ ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષા 26 ફેબુઆરી 2026થી લેવાશે

16 ઓક્ટોબરથી 05 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન 06 નવેમ્બરથી શાળાઓમાં બીજું સત્ર શરૂ થશે ધોરણ 9થી 12ની પ્રથમ સત્રની પરીક્ષા 11મી સપ્ટેમ્બરથી લેવાશે. ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-2026 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ 26મી ફેબ્રુઆરી […]

GCAS પોર્ટલથી કૉલેજમાં એડમિશન માટે વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું ખાસ ધ્યાન રખાશે

શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં પ્રવેશ પ્રક્રિયાની સર્વગ્રાહી સમીક્ષા બેઠક મળી સરકારી યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં સહભાગી બન્યા 15 એપ્રિલ સુધીમાં GCAS સંદર્ભેની બાકીની કામગીરી પૂર્ણ કરવા તાકીદ   ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિધ) એડમિશન પોર્ટલની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલભાઇ […]

દુબઈમાં આઈઆઈએમ-અમદાવાદનું કેમ્પસ ખોલવામાં આવશે

નવી દિલ્હીઃ દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન, બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં કોચી અને વાડીનારમાં જહાજ સમારકામ ક્લસ્ટર સ્થાપવા અને દુબઈમાં IIM અમદાવાદ કેમ્પસ ખોલવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર […]

MMCJ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ માટે ‘પપેટ વર્કશોપ’માં ફાઈનલ પ્રફોમંસનું આયોજન કરાયું

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના પત્રકારત્વ વિભાગના (MMCJ)સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ માટે તારીખ 04 એપ્રિલ 2025ના રોજ  ‘પપેટ વર્કશોપ’માં ફાઈનલ પ્રફોમંસનું આયોજન થયું હતું. “10th બોલે તો..” શિર્ષક હેઠળ યોજવામાં આવેલા પપેટરી વર્કશોપમાં ચિરાગભાઈ પરીખ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પપેટ શોના ઉદભવ, કારણો અને સામાજીક અસરો વિશે વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા. સાથે જ આ પપેટરીના […]

સરકારી યુનિવર્સિટીઓમાં GCAS પોર્ટલથી જ પસંદ કરેલી કોલેજોમાં સીધો પ્રવેશ મળશે

કોલેજ અને કોર્ષ મુજબ મેરીટ યાદી જાહેર કરાશે પ્રવેશ પ્રકિયામાં યુનિવર્સિટીનો કોઈ રોલ નહીં રહે વિદ્યાર્થીઓએ પસંદ કરેલી કોલેજ પ્રમાણે મેરીટમાં નામ આવશે અમદાવાદઃ ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં GCAS પોર્ટલ પરથી વિદ્યાર્થીઓને પસંદ કરેલી કોલેજમાં મેરીટને આધારે પ્રવેશ આપવામાં આવશે. સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ GCAS પોર્ટલથી ક્વિક રજિસ્ટ્રેશન શરૂ થયું છે. ગત વર્ષની જેમ આ વર્ષે ગુજરાત […]

ગુજરાત કોલેજની હોસ્ટેલ 4 વર્ષથી બંધ હોવાથી પુનઃ શરૂ કરવા NSUIની રજુઆત

વર્ષ 2020થી હોસ્ટેલ બંધ હાલતમાં છે બહારગામના વિદ્યાર્થીઓને પીજીમાં રહેવાની ફરજ પડી રહી છે કોલેજમાં શૌચાલય કે પાવાના પાણીની પુરતી સુવિધા નથી અમદાવાદઃ શહેરની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત  ગુજરાત કોલેજમાં આવેલી હોસ્ટેલ ઘણા સમયથી બંધ હાલતમાં છે, વર્ષ 2020 થી એટલે કે, કોરોના વખતથી હોસ્ટેલ બંધ છે, તેના લીધે બહાર ગામના વિદ્યાર્થીઓને પીજીમાં રહેવાની ફરજ […]

ક્રિકેટ દિગ્ગજ કપિલ દેવએ અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું

અમદાવાદ, 31 માર્ચ 2025: અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી, જ્યાં વિશ્વકપ વિજેતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ ઉપસ્થિત રહ્યા અને ઈવેન્ટનું ઉદઘાટન કર્યું. અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતનું પહેલું એવું સંસ્થાન બન્યું, જેણે ISSO રીજનલ ઈવેન્ટનું આયોજન કર્યું. ગુજરાતની સાત ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાંથી U9 અને U11 કેટેગરીના 115 યુવા […]

અતીત અને આધુનિકતાના સમન્વયથી જ ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : રાજ્યપાલ

‘વિકસિત ભારત@2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ’ વિષયક રાષ્ટ્રીય સંમેલન યોજાયુ રાષ્ટ્રનું નિર્માણ આવનારી પેઢીની વિચારસરણી પરથી નક્કી થાય છે જો બાળકોનું યોગ્ય ઘડતર થશે, તો કુટુંબનું નિર્માણ થશે,  અમદાવાદઃ રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ, નવી દિલ્હી અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ‘વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ’ વિષયક રાષ્ટ્રીય સંમેલન યોજાયું છે. રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ  આચાર્ય […]

અમદાવાદની ન્યુ તુલિપ સ્કૂલની માન્યતાના મુદ્દે હાઈકોર્ટે સુનાવણી ‘નોટ બીફોર મી’ કરી

અમદાવાદઃ શહેરની ધી ન્યુ તુલિપ ઈન્ટરનેશનલ સ્કૂલ સહિતની સ્કૂલોની કથિત ગેરરીતિના મુદ્દે CBSEના માન્યતા રદ્દ કરવાના નિર્ણયને પડકારતી અરજીને હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઇની સિંગલ જજની બેંચે નોટ બિફોર મી કરી છે. જેથી હવે આ અરજી ઉપર સુનાવણી આગામી દિવસોમાં નવી બેંચ સમક્ષ હાથ ધરવામાં આવશે. કેસની વિગતો એવી હતી કે,  શહેરમાં આવેલી જાણીતી ધી ન્યૂ […]

ભારત 22થી 28 માર્ચ, 2025 સુધી કેન્દ્રીય એશિયાઈ યુવા પ્રતિનિધિમંડળની યજમાની કરશે

નવી દિલ્હીઃ ભારત સરકારનાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આંતરરાષ્ટ્રીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ (આઇવાયઇપી) અંતર્ગત 22થી 28 માર્ચ, 2025 સુધી ભારતમાં ત્રીજા મધ્ય એશિયાઈ યુવા પ્રતિનિધિમંડળનું આયોજન કરશે. આ પહેલનો ઉદ્દેશ યુવાનોના સહયોગ, સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો અને ભારત અને મધ્ય એશિયાના દેશો – કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તાજિકિસ્તાન, તૂર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code