1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજકોટના એરપોર્ટ પરથી ઈન્ડિગો, અને એર ઈન્ડિયા સહિતની ફ્લાઈટ આજે ઉડાન નહીં ભરે

રાજકોટઃ બિપરજોય નામનું વાવાઝોડું આજે ગુરૂવારે સાંજે ગુજરાતના દરિયા કાંઠાને ટકરાશે, વાવાઝોડા પહેલા જ ભારે ઝડપથી પવન ફૂંકાય રહ્યો છે. ઘણાબધા વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે આજે સૌરાષ્ટ્રમાં ટ્રેનો અને વિમાની સેવા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ આજે ઊડાન નહીં ભરે, માત્ર રેસ્ક્યુ […]

CBI ઓફિસર હોવાનું કહીને લોકો પાસેથી રૂપિયા પડાવતા શખસને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો

અમદાવાદ:  રાતોરાત માલદાર બનવા માટે કેટલાક શખસો પોલીસ, આઈએએસ કે સીબીઆઈના અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. બનાવટી પોલીસ બનીને રૌફ જમાવતા કે લોકો પાસેથી રૂપિયા પડાવતા અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં સામે આવ્યા છે. જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે સીબીઆઇ ઓફિસર બનીને […]

વાવાઝોડાને પગલે શ્રદ્ધાળુઓને સોમનાથ દર્શન કરવા ન આવવા મંદિર ટ્રસ્ટની અપીલ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ આવતીકાલે બપોરના સમયે જખૌ નજીક ટકરાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે, હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા-ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દરમિયાન વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને આવતીકાલે ગુરુવારે દ્વારકા મંદિર શ્રદ્ધાળુઓના દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે સોમનાથ મંદિર […]

એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ હાઈડ્રોજન એનર્જીથી ચાલતી બોટનું નિર્માણ કર્યું

બેંગ્લોરઃ તમિલનાડુના કોઈમ્બતુરમાં કુમાર ગુરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ શાનદાર કામગીરી કરી છે. સમગ્ર વિશ્વમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, આવી સ્થિતિમાં તમિલનાડુની આ એન્જિનિયરિંગ કોલેજના 10 વિદ્યાર્થીઓએ મળીને હાઈડ્રોજન એનર્જીથી ચાલતી બોટનું નિર્માણ કર્યું છે. ભારતમાં બનેલી આ પ્રકારની પ્રથમ બોટ છે. ભારતની આ એકમાત્ર ટીમ છે જે […]

યુવતીઓ એ ટ્રેડિશનલ વેરમાં શાનદાર લૂક જોઈએ તો સાડી-ચોલી-ઘરારા સાથે ક્રોપ ટોપની કરવી જોઈએ પસંદગી

યુવતીઓને પરફેક્ટ લૂક આપે છે આ ક્રોપ ટોપ અવનવી ડિઝાઈનનો ચાલી રહ્યો છે ક્રેઝ યૂવતીઓ ફેશનની બાબતમાં ઘણી આગળ જોવા મળે છે,વાત હોય કપડાની ઘરેણાની કે પછી ફૂટવેરની ,અવનવી પેટર્ન સાથે હવે માર્કેટમાં અવનવી વસ્તુઓ આવી રહી છે, તેમાં ટોપમાં એક સ્ટાઈલ ફએમસ બની છે જે છે ક્રોપટોપ, ક્રોપટોપ આજકાલ યુવતીઓની ફર્સ્ટ ચોઈસ બની છે, […]

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, વાવાઝોડું સમી ગયા પછી પણ કંઈક મોટું થશે

ગાંધીનગરઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય નામનું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. સંભવિત આફત સામે તંત્રએ યુદ્ધના ધોરણે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સેના અને એનડીઆરએફના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. દરમિયાન  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે આગાહી કરી છે કે, વાવઝોડું એટલું ઘાતક છે. કે  પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં […]

ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધતું બિપોરજોય વાવાઝોડું, 150 kmphની ઝડપે ટકરાશે

અમદાવાદઃ અરબી સમુદ્રમાં વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર-કચ્છ તરફ ઝડપી પવન સાથે આગળ વધી રહ્યું છે. દરિયામાં આ વાવાઝોડું 3 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીના કહેવા મુજબ, આ સ્પીડ વધી શકે છે. વાવાઝોડું આજે બુધવારે પોરબંદરથી 315 કિલોમીટર, દ્વારકાથી 290, જખૌ પોર્ટથી 260 કિલોમીટર અને નલિયાથી 300 […]

વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો કોઈપણ ટેલિકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે

ગાંધીનગરઃ રાજયમાં પ્રવર્તી રહેલા સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલીકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે એમ દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વીસ એરિયાઝ (GLSA) દ્વારા જણાવાયું છે. વધુમાં જણાવાયાનુસાર “બિપરજોય” વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ આ મહત્વનો નિર્ણય […]

વાવાઝોડાની વિદાય સાથે જ ઉત્તર ગુજરાતમાં સતત બે દિવસ અતિભારે વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજ્ય હવામાન વિભાગે તા. 15મી અને તા.16મી જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી તા.16મી જૂને બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠા સહિત મોરબીમાં […]

કચ્છમાં વાવાઝોડાના સંકટ વચ્ચે ભૂકંપનો આંચકો, લોકોમાં ભય ફેલાયો

5ની તીવ્રતાનો આંચકો નોંધાયો ભચાઉથી 5 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ સદનસીબે કોઈ જાનહાની નથી સર્જાઈ અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, દરમિયાન કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી ઉઠી હતી. કચ્છમાં 3.5ની તીવ્રતાનો આંચકો નોધાયો છે. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 5 કિ.મી દુર છે. કચ્છમાં આવેલા ભુકંપને પગલે કોઈ જાનહાની નહીં થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code