1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વરસાદની મોસમમાં બનાવો ચણાના દાળની આ સ્વાદીષ્ટ વાનગી..

વરસાદની સિઝન શરૂ થતાં જ લોકોને મસાલેદાર ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ સાંજે નાસ્તા તરીકે કંઈક મસાલેદાર બનાવવા માંગો છો, આજે અમે તમને એક એવી વાનગી વિશે જણાવીશું જેને તમે ઓછા સમયમાં ઘરે તૈયાર કરી શકો છો. ટેસ્ટી ચણા દાળ પકોડા ચણાની દાળના પકોડા ખાવામાં ટેસ્ટી હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ […]

11 કરોડથી વધુ લોકો નશા મુક્ત ભારત અભિયાનનો હિસ્સો બન્યા

નવી દિલ્હીઃ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે આજે દેશભરમાં નશા મુક્ત ભારત અભિયાન (NMBA) હેઠળ માદક દ્રવ્યોના દુરુપયોગ સામે સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવી સમારોહનું આયોજન કર્યું છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે આજે નવી દિલ્હીમાં શપથ લેવડાવ્યા હતા. આ વર્ષની થીમ છે વિક્ષિત ભારત કા મંત્ર, ભારત હો નશે સે સ્વતંત્ર. સંબોધન દરમિયાન […]

અમદાવાદમાં કાલે મંગળવારે તિરંગા યાત્રામાં અમિત શાહ જોડાશે

તિરંગા યાત્રામાં મ્યુનિ.સ્કુલ બોર્ડના શિક્ષકો-વિદ્યાર્થીઓ જોડાશે, તિરંગા યાત્રા રૂટ્સના સર્કલોને રંગબેરંગી રોશનીથી શણગારાયા, સાસ્કૃતિક ઝાંખી માટે સ્ટેજ ઊભા કરાયા અમદાવાદઃ ગુજરાતમાં ગામેગામ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવતીકાલે તા.13મી ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં ગૃહમંત્રી અમિત શાહ જોડાશે. દેશની આઝાદીની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના ચાર મોટા શહેરોમાં […]

વિકસિત ગણાતા ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 64 બાળલગ્નો અટકાવાયા

દેશમાં મેઘાલય, મિઝોરમ, સિકકીમ સહિત રાજ્યોમાં બાળલગ્નો થતાં નથી, બાળલગ્નોમાં કર્ણાટક મોખરે, કેટલીક જ્ઞાતિઓમાં હજુપણ બાળલગ્નોની પ્રથા ગાંધીનગરઃ દેશમાં બાળલગ્નો સામે પ્રતિબંધ હોવા છતાંયે સમાજમાં ઘણીબધી જ્ઞાતિઓ એવી છે કે, બાળલગ્નો થઈ રહ્યા છે. બાળલગ્નો સામે સમાજ કલ્યાણ વિભાગ સહિત તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા હોય છે. પરંતુ ઘણા અંતરિયાળ વિસ્તારોમાં બાળલગ્નો યોજાય તો પણ […]

અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવ, હેલ્મેટ સહિતના ગુનામાં 2 દિવસમાં 41 લાખ દંડ વસુલાયો

ટ્રાફિક પોલીસ દ્વારા 22મી ઓગસ્ટ સુધી ડ્રાઈવ ચાલશે, બાઈક-સ્કુટર પાછળ બેઠેલાએ પણ હેલ્મેટ પહેરવો ફરજિયાત, રોંગસાઈડ વાહનો ચલાવનારાને દંડ કરાશે અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકનો કાયદો કડક બનાવ્યા બાદ પણ શહેરમાં ટ્રાફિકભંગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં મોટાભાગના દ્વિચક્રી વાહનો હેલ્મેટ પહેરતા જ નથી. તેમજ કારચાલકો પણ સિટબેલ્ટ લગાવતા નથી. વાહનચાલકો ચાલુવાહને મોબાઈલ ફોન પર વાત […]

સોમનાથમાં આજે શ્રાવણના બીજા સોમવારે ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યાં

સોમનાથ દાદાને રૂદ્રાક્ષનો શ્રૃંગાર કરાયો, પાલખી યાત્રામાં ભાવિકો જોડાયા, હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું વેરાવળઃ  શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહાત્મ્ય છે. જેમાં ખાસ કરીને સોમવારના દિને ભાવિકો મહાદેવજીના મંદિરે દર્શન માટે ઉમટી પડતા  હોય છે. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મંદિરમાં આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી […]

કચ્છના હરામી નાળામાં બીન વારસી પાક. બોટ મળી, માછીમારીનો સામાન મળ્યો

હરામીનાળાના પિલ્લર 1161 પર બોટ દેખાતા BSFના જવાનો દોડી ગયા, પાકિસ્તાની માછીમારો ગાયબ થતાં પોલીસને જાણ કરાઈ, બોટમાંથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી ભૂજઃ કચ્છના હરામી નાળા ક્રિક વિસ્તારમાં અવાર-નવાર પાકિસ્તાની ઘૂંસણખોરો પકડાતા હોય છે. અને ડ્રગ્સની હેરાફેરી માટે પણ આ વિસ્તાર જાણીતો છે. ત્યારે આ વિસ્તારમાં બીએસએફનો સતત ચોકી પહેરો રહેશે. ત્યારે સંવેદનશીલ એવા […]

બનાસકાંઠામાં 4 વર્ષમાં સતત ગેરહાજર રહેનારા 33 શિક્ષકોને બરતરફ કરાયા

મંજુરી વિના લાંબો સમય ગેરહાજર રહી શકાય નહીં, એક વર્ષથી વધુ સમય ગેરહાજર હોય તો સસ્પેન્ડનો નિયમ, કડક પગલાંથી ગેરહાજર રહેતા શિક્ષકોમાં ફફડાટ પાલનપુરઃ ગુજરાતના અંતરીયાળ વિસ્તારના ગામડાંની શાળાઓમાં કેટલાક શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઊઠી છે. ઘણા એવા શિક્ષકો છે. કે, શાળાઓમાં ચાલુ નોકરીએ  વિદેશમાં વસવાટ કરી રહ્યા છે. તાજેરમાં બનાસકાઠાંમાં એક શિક્ષકનો […]

અમીરગઢમાં રોડ પર ભૂરાંટા થયેલા આખલાંએ આધેડને સિંગડે ફરાવી ફંગોળતા ગંભીર

અમીરગઢમાં રખડતા ઢોરનો ત્રાસ, ગંભીર ઘવાયેલા આધેડને પાલનપુર ખસેડાયા, રખડતા ઢોર સામે પગલાં લેવાની માગ ઊઠી પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુર સહિત તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. ત્યારે જિલ્લાના અમીરગઢમાં રોડ પર રખડતા આખલાંએ એક આધેડ વ્યક્તિને સિંગડે ભરાવીને ફંગોળતા આધેડ વ્યક્તિ રોડ પર પટકાયા હતા. આથી ગંભીર ઈજા થતાં આધેડ વ્યક્તિને પાલનપુર હોસ્પિટલમાં […]

કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ પહોંચી, અગ્નિકાંડના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

પીડિતોને ન્યાય આપવાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશુઃ મેવાણી, કોંગ્રેસના નેતાઓને કેન્ડલ માર્ચ યોજી, કોંગ્રેસે ભારત માતા કી જયના નારા લગાવ્યા રાજકોટઃ કોંગ્રેસ દ્વારા રાજકોટના અગ્નિકાંડ અને વડોદરાના હરણીકાંડ, સહિતના પીડિતોને ન્યાય આપવા માટે મોરબીથી શરૂ થયેલી ન્યાય પદયાત્રા રાજકોટ આવી પહોચી હતી. ન્યાયયાત્રા કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code